તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:બીજા ડેમો ખાલી છે, ધારાસભ્યએ પોતાના ગામનો ફોફળ ડેમ ભરાવ્યો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક ડેમો હજુ પણ સૌની યોજનાથી વંચિત

સરકારે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના અનેક ડેમ એવા છે જેને હજુ પણ સૌની હેઠળનું પાણી મળ્યું નથી, પરંતુ આશ્ચર્યની વાતએ છે કે, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે તેમના પોતાના ગામ ડાંગરવાડાના ફોફળ-2 ડેમમાં સૌનીનું પાણી પહોંચે માટે પોતાના લેટરપેડ પેડ દ્વારા ડેમ ઓથોરિટીને માગણી કરવામાં આવી હતી.

વધુમાં સૌની યોજનાના અધિકારીએ જણાવતા કહ્યું હતું કે, તેમને જયારે આ અંગેની સૂચના મળી તેને ધ્યાને લઇ છેલ્લા 5 દિવસથી સૌનીનું પાણી આપવામાં આવી રહ્યું છે અને 100 એમસીએફટી જેટલું પાણી છોડાશે.

પ્લાનિંગમાં ડેમ ભરવાનો હતો, ભલામણ કરી નથી
સરકારની યોજના છે કે,પીવાના પાણીની કોઇ સમસ્યા ન રહે તે માટે સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 ચેકડેમને ભરવામાં આવશે, જે અંગે પ્લાનિંગ પણ કરવામાં આવેલું છે. જેથી આ ડેમ ભરવામાં આવ્યો છે, જેના માટે કોઈ જ અન્ય વ્યવસ્થા કે પછી લેખિત માગણી કરવામાં આવી નથી. > ગોવિંદ પટેલ,ધારાસભ્ય, રાજકોટ

ધારાસભ્યએ પત્ર લખી ડેમ ભરવા માંગ કરી હતી
ગત સપ્તાહમાં ધારાસભ્ય ગોવિંદભાઈ દ્વારા તેમના લેટરપેડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ગણતરીના દિવસોમાં સરકાર તરફથી મંજૂરી મળતા ગત પાંચ દિવસથી ડેમ ભરવામાં આવી રહ્યો છે, આ ડેમ સિંચાઈના ઉપયોગ માટે લેવામાં આવે છે. > હાર્દિક પીપળિયા, ડે. એક્ઝિક્યુટિવ ઇજનેર, કાલાવડ

અન્ય સમાચારો પણ છે...