તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Second Daily Flight Between Rajkot Mumbai Will Start From March 7 In Rajkot, Rajkot Airport Will Operate 7 Daily Flights.

પરિવહન:રાજકોટ માટે ઐતિહાસિક દિવસ,રાજકોટમાં આગામી 7 માર્ચથી રાજકોટ-મુંબઇ વચ્ચે બીજી દૈનિક ફલાઇટ શરૂ થશે, રાજકોટ એરપોર્ટ રોજની 7 ફ્લાઇટ્સનું સંચાલન કરશે

રાજકોટ7 મહિનો પહેલા
બેંગલુરુ રાજકોટ ફ્લાઇટનું વોટર સલામ આપી સ્વાગત કરવામાં આવ્યું
  • સાંજે 07 :10 મિનિટે રાજકોટમાં થશે આગમન અને 7:40 મિનિટે ફરી રાજકોટ થી મુંબઇ માટે રવાના થશે.
  • પ્રથમ સીધી બેંગલુરુ રાજકોટ ફ્લાઇટનું વોટર સલામ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
  • 122 મુસાફરોનું મીઠાઈ ખવડાવી મોં મીઠું કરવામાં આવ્યું હતું
  • પાઇલટોનું એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા ફૂલ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

રાજકોટ એરપોર્ટના એર ફ્રિકવન્સીમાં હવે વધારો થવા લાગ્યો છે. ત્યારે રાજકોટથી વધુ એક મુંબઇની સ્પાઇસ જેટની ફલાઇટ શરુ જઇ રહી છે. આજથી બેંગલુરુની ફલાઇટ શરૂ થઇ છે, દરમિયાન સ્પાઇસ જેટે વધુ એક જાહેરાત કરીને મુંબઇ માટેની બીજી ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એરપોર્ટ પર પ્રથમ સીધી બેંગલુરુ રાજકોટ ફ્લાઇટનું વોટર સલામ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. 122 મુસાફરો નું મીઠાઈ ખવડાવી મોં મીઠું કરવામાં આવ્યું હતું. પાઇલટોનું એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. હાલમાં એર ઇન્ડિયાની એક ફલાઇટ અને સ્પાઇસ જેટની ફલાઇટ મુંબઇ ઉડાન ભરે છે. દિવસમાં બે વખત મુંબઇ માટેની એર ફ્રિકવન્સી છે. આ દરમિયાન સ્પાઇસ જેટ દ્વારા 7 માર્ચથી ત્રીજી ફલાઇટ મુંબઇ માટેની શ થવા જઇ રહી છે. આ ફલાઇટનો સમય સાંજનો રાખ્યો છે. જે ટાઇમ મુજબ સાંજે 7-10 કલાકે મુંબઇથી આગમન અને 7-40 કલાકે રાજકોટથી પ્રસ્થાન થશે. આમ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દરરોજની 7 ફલાઇટનું સંચાલન સંભાળશે.

બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે આગામી 24 માર્ચથી રાજકોટ - બેંગ્લોર ફલાઈટ શરૂ થઈ રહી છે ત્યારે આગામી 1લી માર્ચથી સ્પાઈસ જેટ મુંબઈ - દિલ્હી અને બેંગ્લોર બાદ વધુ એક ફલાઈટ રાજકોટ - હૈદ્રાબાદ વચ્ચે શરૂ કરવા જઈ રહી છે. આ સાથે રાજકોટને સ્પાઈસ જેટ દ્વારા મુંબઈ - દિલ્હી - બેંગ્લોર અને હૈદ્રાબાદ એમ કુલ 4 ફલાઈટની ભેટ આપવામાં આવી છે. જ્યારે હાલમાં એર ઈન્ડિયાની મુંબઈ અને દિલ્હીની માટે બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે.

એર ઈન્ડિયાની મુંબઈ અને દિલ્હીની માટે બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે.
એર ઈન્ડિયાની મુંબઈ અને દિલ્હીની માટે બે ફલાઇટ રોજ ઉડાન ભરી રહી છે.

ઈન્ડીગો એક સાથે 4 ફલાઈટ શરૂ કરશે
1 મેથી ઈન્ડીગો રાજકોટ બોમ્બે વચ્ચે અને દિલ્હી વચ્ચે ફલાઈટ શરૂ કરનાર હતુ તે એરલાઈન્સ કંપની હવે 28 માર્ચથી રાજકોટથી દિલ્હી અને બોમ્બે સહિત 4 ફલાઈટ શરૂ કરે તેવી શકયતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો ઈન્ડીગો એક સાથે 4 ફલાઈટ શરૂ કરશે તો રાજકોટને એકીસાથે 10-10 ફલાઈટ મળશે અને રાજકોટનું એરપોર્ટ ફલાઈટથી હાઉસફુલ બની જશે.

રાજકોટમાં હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે
બીજી તરફ ઇન્ડિગો કંપનીના અધિકારીઓએ રાજકોટ એરપોર્ટના ડાયરેકટર દિગંતા બોરાહ અને ઓએસડી સંજય ભુવા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી મે માસના બદલે માર્ચ માસમાં જ ફલાઇટ શરૂ કરવા તત્પરતા દાખવી છે. રાજકોટ એરપોર્ટથી હાલ રાજકોટ-મુંબઇ, રાજકોટ દિલ્હીની ડેઇલી 4 ફલાઇટનું આવાગમન થઇ રહ્યું છે. ત્યારે આગામી તા.24મીથી બેેંગ્લોરની ફલાઇટ શરૂ થયા બાદ માર્ચમાં હૈદરાબાદની ફલાઇટ શરૂ થતા સ્પાઇસ જેટ, ઇન્ડિગો, એર ઇન્ડિયાની મળી કુલ 10 ફલાઇટનું ઉડ્ડયન થતા હવાઇ મુસાફરો-વેપારીઓ, ઉદ્યોગકારોને હવાઇ સેવા વધુ ઉપયોગી નિવડશે.