દિવાળી વેકેશન પૂર્ણ:રાજકોટમાં સોમવારથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અલગ અલગ 35 જેટલી પરીક્ષા લેવાશે

રાજકોટ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ધો.1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી
 • વિદ્યાર્થીઓને આવકારવા શૈક્ષણિક સંસ્થાઓ સજજ

રાજકોટ સહિત રાજયભરની શૈક્ષણિક સંસ્થાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આજે વિધિવત રીતે પૂર્ણ થતા આગામી આવતીકાલે તારીખ 22 નવેમ્બરને સોમવારથી શાળા, કોલેજો અને યુનિ. ભવનોમાં બીજા શૈક્ષણિક સત્રનો વિધિવત પ્રારંભ થનાર છે. સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં અલગ અલગ 35 જેટલી પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે.

ધો.1 થી 5ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ થશે
જયારે બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં ધો.1 થી 5ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવાની જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી છે. જ્યાં તેમણે દરેક શાળાઓને જૂના SOPનું ચુસ્તપણે પાલન કરવાની જાહેરાત કરી છે. રાજય સરકાર દ્વારા હવે ધો.1થી 5 ના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ કરવા માટે તત્કાલ મંજૂરી આપવામાં આવે તેવો વાલીઓ અને શાળા સંચાલકોમાંથી સૂર ઉઠ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓની લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે.

આવતીકાલે 22 નવેમ્બરથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થશે - પ્રતીકાત્મક તસવીર
આવતીકાલે 22 નવેમ્બરથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થશે - પ્રતીકાત્મક તસવીર

22 નવેમ્બરથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ આવતીકાલે 22 નવેમ્બરથી અલગ અલગ 35 પરીક્ષા શરુ થશે. જેમાં 130 એક્ઝામ સેન્ટર પરથી 53959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ઓલ્ડ ન્યૂ કોર્સના સેમેસ્ટર 3,5 અને 7 ની પરીક્ષા યોજાશે. જેમાં બી.કોમ. રેગ્યુલર-એક્સ્ટર્નલ વર્ષ 2016 અને 2019 ના 18401 જયારે બી.એ.માં 15056 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

ધો.1 થી 5ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ થશે - ફાઈલ તસવીર
ધો.1 થી 5ના વિદ્યાર્થીઓના પ્રત્યક્ષ શિક્ષણના વર્ગો શરૂ થશે - ફાઈલ તસવીર

આ પૂર્વે વિદ્યાર્થીઓના વિરોધને લીધે પરીક્ષા મૌકૂફ થઈ હતી
આ સિવાય સેમ.5 ના બી.એસસી.ના 4279, બી.સી.એ.ના 2522, બી.બી.એ.ના 2452, એલ.એલ.બી.ના 1822 છાત્રોની પરીક્ષા યોજાશે. આ ઉપરાંત બી. એ.એલ.એલ.બી. સેમ.3ના વર્ષ 2021 ના 1, સેમ.4 અને 7 ના 2015 ના વર્ષના 1-1 જયારે સેમ.9 ના 1 છાત્ર પરિક્ષા આપશે.130 કેન્દ્ર પરથી લેવાનારી પરીક્ષા માટે 60થી વધુ ઓબ્ઝર્વર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલથી લેવાનાર પરીક્ષા ગત તારીખ 18 ઓક્ટોબરથી શરૂ થવાની હતી જો કે વિદ્યાર્થીઓના વિરોધને લીધે મૌકૂફ રહી હતી અને હવે આવતીકાલથી આ તમામ પરીક્ષા શરૂ થશે

સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે

 • સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે.
 • વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે.
 • વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ.
 • સ્કૂલ-કોલેજથી નજીકના અંતરે મેડિકલ સેવાઓ ઉપલબ્ધ હોય એની પણ ખાતરી કરવી પડશે.
 • ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે એ યથાવત રહેશે.
 • રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ આદિ જાતિ વિકાસ વિભાગની શાળાઓને SOP લાગુ પડશે.
 • આગામી 23 નવેમ્બરથી રાજ્યમાં ધો-9 થી 12ની સ્કૂલો તેમજ પી.જી, મેડિકલ-પેરામેડિકલ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ ફાઇનલ યરના વર્ગો શરૂ થશે.
 • બાકીનાં વર્ગો-ધોરણોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે.
 • સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી.
 • સ્કૂલે આવવા માટે વિદ્યાર્થીનાં માતા-પિતા કે વાલીની લેખિત સંમતિ પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
 • વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે એ જોવાનું પણ જણાવવામાં આવશે
 • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું પડશે.
 • સ્કૂલ-કોલેજ સંકુલમાં વિદ્યાર્થીઓની ભીડ ન થાય એ માટે વિદ્યાર્થીઓ તબક્કાવાર આવે તેવું આયોજન આચાર્ય-પ્રિન્સિપાલે ગોઠવવાનું રહેશે.
 • આ હેતુસર રાજ્ય સરકારે ઓડ-ઈવન એટલે કે ધોરણ 9 અને 11 માટે અઠવાડિયામાં ત્રણ દિવસ અને 10 તેમજ 12 માટે ત્રણ દિવસ શાળામાં શિક્ષણકાર્ય થાય તેવી વ્યવસ્થા પણ જરૂરિયાત મુજબ ગોઠવવા જણાવ્યું છે.
 • વિદ્યાર્થીઓ ક્રમાનુસાર અઠવાડિયામાં નિયત કરેલા દિવસોએ સ્કૂલમાં આવે અને બાકીના દિવસોમાં ઘરે બેઠા એસાઇન્મેન્ટ કરે તેવું આયોજન કરવા પણ સૂચવવામાં આવ્યું છે.
 • સામૂહિક પ્રાર્થના–મેદાન પરની રમતગમત કે અન્ય સામૂહિક પ્રવૃત્તિ ન કરવા પણ સૂચના આપી છે.
 • વાલીઓ તેમના વ્યક્તિગત ટ્રાન્સપોર્ટેશનનો જ ઉપયોગ બાળકને સ્કૂલે જવા-આવવા કરે, એ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
 • જે વિદ્યાર્થીઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય તેમને પણ સ્કૂલ તરફથી સાવચેતી-સતર્કતાનું યોગ્ય માર્ગદર્શન અપાશે.
અન્ય સમાચારો પણ છે...