તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌની યોજના હેઠળ સરકાર દ્વારા નર્મદા નીર રાજ્યના વિવિધ જળાશયોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે લિંક-3 દ્વારા રાજકોટની જીવાદોરી સમાન આજી-1ને ભરી દેવામાં આવ્યો છે, ત્યારે ન્યારી-1માં પણ 150 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે, જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ તકે રાજકોટના લોકોને ઉનાળામાં પાણીનો પ્રશ્ન ઉદભવિત ન થાય તે માટે સરકાર દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ત્રંબાથી ન્યારી-1 ડેમ સુધી પાથરેલી 20 કિ.મી.સુધી બિછાવેલી પાઈપલાઈન મારફતે નર્મદા નીર ન્યારી-1 ડેમ સુધી પહોંચાડવામાં આવશે, ત્યારે આજ સવારથી ન્યારી-1 ડેમ માટે સૌની યોજના, અંતર્ગત નર્મદા નીર છોડવાનું શરૂ કરી દેવાયું છે અને આજે સાંજ સુધીમાં ન્યારી-1 ડેમમાં નર્મદા નીર પહોંચી પણ જશે.
બીજી તરફ જસદણના આલણસાગર ડેમને પણ સૌની યોજના દ્વારા ભરવામાં આવશે જે માટે પૂરક ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે, અને લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે કે જો આ ટેસ્ટિંગ સફળ નીવડશે તો આગામી ગણતરીના દિવસોમાં ડેમને ભરી દેવામાં આવશે, તો સિંચાઈ વિભાગ દ્વારા લિંક-1 મારફતે પડધરી તાલુકામાં પણ નર્મદાનું પાણી આપવાનું કામ હાથ ધર્યું છે. સરકારનો લક્ષ્ય છે કે, ઉનાળાની ઋતુમાં કોઈ પણ લોકોને પીવાના પાણીનો પ્રશ્ન ન સતાવે અને સિંચાઈની સાથે બોરના તળિયા જાગૃત થાય.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.