• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Same Amount Will Be Charged For As Long As The Vehicle Is In The Parking Lot, You Will Also Get Information From The App Whether There Is Space In The Parking Lot

સ્માર્ટ પાર્કિંગ:જેટલો સમય વાહન પાર્કિંગમાં રહેશે તેટલી જ રકમ વસૂલાશે, પાર્કિંગમાં જગ્યા છે કે કેમ તેની પણ જાણકારી એપથી મળશે

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ. કમિશનરે ટ્રાયલ લીધી હતી જે સફળ રહી હતી. - Divya Bhaskar
મ્યુનિ. કમિશનરે ટ્રાયલ લીધી હતી જે સફળ રહી હતી.
  • પાર્કિંગ માટે જતા પહેલા કિઓસ્ક પરથી ટિકિટ કાઢતા જ ગેટ ખૂલશે, આ ટિકિટ પર ક્યુઆર કોડ હશે જે જતી વખતે એક્ઝિટ ગેટ પર સ્કેન કરતા જ જેટલો સમય થયો હશે તેટલા રૂપિયાની જ પહોંચ બનશે
  • ટ્રાફિક સમસ્યા હલ કરવા માટેની કવાયત બાદ મનપાએ ઢેબર રોડ પર સ્માર્ટ પે એન્ડ પાર્ક બનાવ્યું, ટ્રાયલમાં સફળતા : શહેરમાં નવા 25 સ્માર્ટ પાર્કિંગ બનશે

શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવા માટે મનપા નવા પે એન્ડ પાર્ક બનાવી રહી છે પણ સ્માર્ટ પાર્કિંગ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની પહેલી સાઈટ નાગરિક બેંક પાસે ઢેબર રોડ પર ઊભી કરાઈ છે કામ પૂર્ણ થતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સ્થળ પર ગયા હતા અને રિવ્યૂ લીધા હતા. સાઈટ ટ્રાયલમાં સફળ રહેતા હવે બીજા 24 સ્થળોએ વિચાર કરાઈ રહ્યા છે.

શહેરમાં હાલ વાહન પાર્ક કરતી વખતે જ ચાર્જ લઈ લેવાય છે અને કલાકના 5 રૂપિયા હોય તો પણ ત્રણથી ચાર કલાકના પૈસા લેવાય છે. જોકે સ્માર્ટ પાર્કિંગમાં અલગ જ વ્યવસ્થા હશે જ્યાં પહેલા નહિ પણ પાર્ક કર્યા બાદ પરત જતી વખતે ચાર્જ ચૂકવવાનો રહેશે આ માટે કિઓસ્કમાં ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકાશે. જ્યારે પાર્ક કરવા ચાલક જશે ત્યારે જ તેને ક્યુઆર કોડવાળી ટિકિટ મળશે પરત જતી વખતે એ ટિકિટ સ્કેન કરતા જ જેટલો સમય વાહન પડ્યું હશે તેટલા જ ચાર્જનું બિલ બનશે અને તે ચૂકવતા જ ગેટ ખૂલી જશે. પાર્કિંગ મનપાની એપ સાથે જોડાયેલા હશે જેથી વાહનચાલક પાર્કિંગ પ્લેસ પર પહોંચતા પહેલા જ જોઈ શકશે કે જગ્યા છે કે નહીં.

આ પ્રક્રિયાથી જાણો સ્માર્ટ પાર્કિંગ કઈ રીતે કામ કરશે

  • સ્ટેપ-1 : પાર્કિંગ માટે જતા પહેલા એન્ટ્રી ગેટ પર બેરિકેડ હશે, ડ્રાઈવર સાઈડ પર કિઓસ્ક હશે જેમાં ચાલક વિગતો નાખશે એટલે ક્યુઆર કોડ ધરાવતી ટિકિટ નીકળશે
  • સ્ટેપ-2 : ટિકિટ નીકળતા જ બેરિકેડ ખૂલી જશે તેથી વાહન અંદર લઈ જઈને ખાલી જગ્યાએ પાર્કિંગ કરીને પોતાના કામના સ્થળે જવાનું રહેશે ચાર્જ ચૂકવવાનો નથી
  • સ્ટેપ-3 : વાહનને પરત લઈ જતી વખતે એક્ઝિટ ગેટ પર કિઓસ્ક હશે. પ્રવેશ વખતે અપાયેલી ક્યુઆર કોડવાળી ટિકિટ સ્કેન કરાતા જેટલો સમય થયો તેટલો ચાર્જ વસૂલાશે.
  • સ્ટેપ-4 : ચાર્જ બતાવાય ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ, યુપીઆઈ પેમેન્ટ મારફત ચૂકવણી થઈ શકશે, કેશ પેમેન્ટ પણ થશે.
  • સ્ટેપ-5 : ચાર્જની ચૂકવણી થઈ જતાં જ એક્ઝિટ ગેટ ખૂલશે અને ત્યાંથી વાહન બહાર લઈ જઈ શકાશે.
અન્ય સમાચારો પણ છે...