• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Salary Of The Contract Staff Who Cannot Make Any Decision At The University Will Be Deducted, 6500 Per Month Will Have To Be Deducted

નિર્ણય:યુનિવર્સિટી કોઈ નિર્ણય ન કરી શકતા કરારી કર્મીના પગાર કપાશે, 6500માં મહિનો કાઢવો પડશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 450થી વધુ કરાર આધારિત કર્મચારીને પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય બન્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત પ્રોફેસરોની ભરતી બાદ હવે કરાર આધારિત નોન ટીચિંગ કર્મચારીઓનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગત 10 ડિસેમ્બરના રોજ કરાર આધારિત 450 જેટલા કર્મચારીનો કોન્ટ્રાક્ટ પૂરો થઇ જતા તમામને મૌખિક જાણ કરી છૂટા કરી દેવાયા હતા જેને 10 દિવસ થવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવા મુદ્દે યુનિવર્સિટીના સત્તાધીશો સરકાર ઉપર નિર્ભર છે પરંતુ કરારી કર્મચારીઓ હાલ ફરજ પર તો આવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી તેમનો કરાર રિન્યૂ નહીં થાય ત્યાં સુધી કર્મચારીઓને કોઈ પગાર નહીં મળે.

ધારો કે 21મીએ કરાર રિન્યૂ કરવામાં આવે તો પણ 10 દિવસનો પગાર પણ કાપી લેવામાં આવશે. યુનિવર્સિટીમાં નોન ટીચિંગમાં 10થી 19 હજાર પગારધોરણના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જો કરાર રિન્યૂ થાય તો પણ 10 હજારનો પગાર ધરાવતા કર્મીના પગારમાંથી રૂ. 3333 કાપી રૂ. 6666ની રકમ આપવામાં આવશે. જેનો પગાર 19 હજાર છે તેના રૂ. 6333 કાપીને 12,666 ચૂકવાશે. કરાર આધારિત પ્રોફેસરોની ભરતીમાં ભલામણો કરનારા સિન્ડિકેટ સભ્યો પૈકી નેહલ શુક્લ સિવાય એકપણ સિન્ડિકેટ સભ્યે આ કરાર આધારિત 400 કર્મચારીની ચિંતા કરી નથી.

જોકે નેહલ શુક્લએ શિક્ષણમંત્રી સાથે મૌખિક વાતચીત કરી કોઈપણ કર્મચારીને અન્યાય ન થાય તે દિશામાં નિર્ણય લેવા રજૂઆત કરી હતી. જોકે યુનિવર્સિટીના સત્તાધીશો હજુ પણ સરકારના આદેશ ઉપર નિર્ભર છે.જ્યાં સુધી સરકાર આદેશ નહીં આપે ત્યાં સુધી કરાર આધારિત કર્મચારીઓના કોન્ટ્રાક્ટ રિન્યૂ નહીં કરવામાં આવે.

સંભવત મંજૂર મહેકમ જેટલા જ કર્મીઓ લેવાશે
યુનિવર્સિટીમાં નોન ટીચિંગની હાલ 267 જેટલી જગ્યાઓ ખાલી છે જેમાં ફરી કરાર આધારિત કર્મીઓને લેવાના છે. સરકાર એવો આદેશ પણ કરી શકે છે કે, યુનિવર્સિટીમાં નોન ટીચિંગમાં જેટલું મહેકમ છે તેટલા જ કર્મચારીઓના કરાર રિન્યૂ કરવામાં આવે, બાકીના કર્મીઓને છૂટા કરી દેવામાં આવે. કારણ કે, છેલ્લા કેટલાક વર્ષોથી કરાર આધારિત કર્મચારીઓ તરીકે અનેક સગાં-સંબંધીઓને રાખી લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...