સંસ્કૃતગ્રંથ:રાજકોટના સંતે 1500 પેજનો પ્રસ્થાનત્રયી સંસ્કૃતગ્રંથ લખ્યો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય યુનિ.માં 5000 છાત્ર Ph.D. કરે છે

સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના સંત સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય સ્વામી સ્વરૂપદાસજીએ 1500 પેજનો પ્રસ્થાનત્રયી ગ્રંથ લખ્યો છે જેનું પ્રકાશન રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી તિરુપતિ દ્વારા કરવામાં આવ્યું છે. દક્ષિણ ભારતની પ્રથમ અને ભારતની દ્વિતીય કક્ષાની આ યુનિવર્સિટીમાં 5000 ઉપરાંત યુવાનો તેમજ યુવતીઓ પીએચડી સુધી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરે છે.

આ પ્રકાશનનો કોર્સ રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય તિરૂપતિ દ્વારા ચલાવવામાં આવે જેથી ભારતીય સંસ્કૃતિના રક્ષક આ વિદ્યાર્થીઓ સ્વામિનારાયણ ભગવાનના વેદાંતના સિદ્ધાંતોને સારી રીતે જાણી શકે. આવા હેતુથી નિયમાનુસાર એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ ગ્રંથને વાઇસ ચાન્સેલર તેમજ પ્રભુસ્વામી વગેરે સંતો તથા વિદ્વાનોએ ગ્રંથને હાથમાં ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા. વાઈસ ચાન્સેલર વગેરે વિદ્વાનો પાસે તુલસીદલ તથા ચોખાથી પૂજન અર્ચન કરાવ્યું. ગ્રંથની આરતી ઉતારી વૈદિક મંત્રોચાર કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...