સોખડા હરિધામ વિવાદ:પ્રબોધ સ્વામી જૂથના સંતોએ કહ્યું- અત્યારે અમારી પાસે સંપત્તિ નથી, ગુરૂ ઈચ્છાએ નવા ધામનું નિર્માણ થશે

રાજકોટ20 દિવસ પહેલા
ગુરૂપ્રસાદ સ્વામી અને સુગનેય સ્વામી
  • પ્રબોધસ્વામી જૂથના ગુરૂપ્રસાદ સ્વામી અને સુગનેય સ્વામીએ નિવેદન આપ્યું

આજે રવિવારે રાજકોટમાં પ્રબોધસ્વામી જૂથના બે સંતોએ નિવેદન આપ્યા હતા. આજ રોજ ભલે અમારી પાસે આર્થિક સંપત્તિ ન હોય, પરંતુ ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આપેલી આત્મીયતાની શીખ નામની સંપત્તિ અમારી પાસે છે. તેમની કૃપા થશે ત્યારે તેમની ઈચ્છા પ્રમાણે નવા ધામનું નિર્માણ થશે.

રાજકોટમાં પ્રબોધસ્વામી જૂથના ગુરૂપ્રસાદ સ્વામી અને સુગનેય સ્વામીએ નિવેદન આપ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામી કંકણથી ધજા સુધી સોખડા હરિધામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. આજ રોજ ભલે તમારી પાસે આર્થિક સંપતિ ન હોય પરંતુ ગુરુ હરિપ્રસાદ સ્વામીએ આપેલ આત્મીયતાની શીખ નામની સંપત્તિ અમારી પાસે છે. ગુરૂ હરિપ્રસાદ સ્વામીની જ્યારે કૃપા થશે, ત્યારે તેમની ઇચ્છા પ્રમાણે નવા ધામનું નિર્માણ થશે.

સંતોએ ઉમેર્યુ હતું કે, પ્રબોધ સ્વામી અને તેમની સાથે રહેલા સંતોએ ક્યારેય પણ આર્થિક સંપતિ તરફ ધ્યાન આપ્યું નથી. હરિધામ સદૈવ અમારા દિલમાં રહેશે.વર્ષો સુધી અમે હરિધામમાં રહ્યા છીએ. ગુરુ હરિપ્રસાદ સ્વામીની જ્યારે પણ કૃપા થશે ત્યારે નવું ઈશ્વરનું ધામ નિર્માણ પામશે.

રવિવારે રાજકોટ ખાતે પ્રબોધસ્વામી સહિતના સંતો દ્વારાસ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આવતીકાલે ધોરાજી અને ઉપલેટા ખાતે પ્રબોધસ્વામી સહિતના વિચરણ કરશે. ત્યારબાદ જૂનાગઢ અને માણાવદર ખાતે પણ વિચરણ કરશે. ત્યારબાદ આગામી 8 જૂને 50મો દીક્ષા મહોત્સવ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...