સૌરાષ્ટ્રની 22 નગરપાલિકામાં 2019માં રોડ રિપેરિંગ કરવાની ગ્રાન્ટ ટેન્ડર કે વહીવટી મંજૂરી વગર બારોબાર કામ કરાવી વાપરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.રાજ્યમાં 144.79 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. પહેલાથી જ રાજકોટ -સૌરાષ્ટ્ર તરફ ઝુકાવ ધરાવતા તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના નગરપાલિકાઓના છ ઝોનમાંથી સૌથી વધુ 35.32 કરોડની ગ્રાન્ટ રાજકોટમાં ફાળવી હતી અને અહીં જ કૌભાંડ થયું હતું.
ટેન્ડર વગર કામ કરી નાંખવાની સૂચના પહેલા આવેે પછી ગ્રાન્ટની ફાળવણી પણ સૌથી વધુ તે વિસ્તારમાં થાય આ બંને બાબતો વચ્ચે એક કડી છે પણ તંત્ર કૌભાંડ બહાર લાવવા માગતું નથી.સૌથી ઓછી ગ્રાન્ટ સુરત ઝોનની પાલિકાઓને અપાઈ હતી, હાલ એ જ સત્તાનું નવું કેન્દ્ર છે.
કેટલો રોડ રિપેર કરવાનો હતો, કેટલી ગ્રાન્ટ ફાળવી | |||
ઝોન | રોડ બગડ્યો હોય તે | રોડ(કિ.મી.) | કિ.મી.સહાય (લાખમાં) |
રાજકોટ | 22 | 235.51 | 3532.65 |
અમદાવાદ | 21 | 219.25 | 3288.775 |
વડોદરા | 21 | 169.39 | 2540.45 |
ભાવનગર | 22 | 134.42 | 2016.3 |
ગાંધીનગર | 20 | 116.62 | 1749.33 |
સુરત | 19 | 90.15 | 1352.25 |
કુલ | 125 | 965.31 | 14479.73 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.