તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:રાજકોટમાં હિરાસર એરપોર્ટનો રન-વે ફેબ્રુઆરીમાં તૈયાર, 2022ના અંતમાં ટ્રાયલ લેવાશે

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કલેકટર, કમિશનર અને મનપાના પદાધિકારીઓને ગાંધીનગર તેડાવ્યાં
  • રાજકોટમાં ચાલતા પ્રોજેક્ટો અંગે સીએમને માહિતી અપાઈ

રાજકોટમાં સ્માર્ટ સિટી, અટલ સરોવર, સાયન્સ મ્યુઝિયમ, મેડિસિટી, એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, અર્બન ફોરેસ્ટ, આજી રિવરફ્રન્ટ સહિતના મહત્ત્વના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ તમામ પ્રોજેક્ટ માટે અચાનક જ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટે. કમિટી ચેરમેન તેમજ શહેર ભાજપ પ્રમુખ અને પ્રદેશ અગ્રણીઓને તેડાવી રિવ્યૂ કર્યો હતો.

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વેનું 70 ટકા કામ થઈ ગયું છે. હવે બોક્સ કલ્વર્ટ બનાવી નદી પર રન-વે બનશે. સમગ્ર રન-વે ફેબ્રુઆરી 2022 સુધીમાં તૈયાર કરવાની ડેડલાઇન છે. ત્યારબાદ ટર્મિનલ બિલ્ડિંગનું કામ ચાલુ થશે અને 2022 ના અંતમાં ટ્રાયલ થશે અને 2023ના મધ્ય સુધીમાં ઓપરેશનલ થઈ જાય તેવી તૈયારી છે.

કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે પોત પોતાના હિસ્સામાં આવતા પ્રોજેક્ટની માહિતી પ્રેઝન્ટેશન મારફત આપી હતી અને બધા પ્રોજેક્ટ નિયત સમયમાં જ ચાલી રહ્યા છે અને હવે કોરોના બાદ વધુ ઝડપી બનાવવા પ્રયાસ થઈ રહ્યા છે તેવી ધરપત મુખ્યમંત્રીને આપી છે.

મુખ્યમંત્રી રૂપાણીએ અધિકારીઓને ઝડપથી કામ કરવાની સૂચના આપ્યા બાદ મેયર, સ્ટે. કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓને જે કામો થઈ રહ્યા છે તેમાં સમયાંતરે મુલાકાત લઈને અધિકારીઓ સાથે સંકલન રાખી ઝડપથી કામ પૂરા થાય તે માટે મદદ કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...