ઈચ્છાધારી અધિકારી:રાજ્ય સરકારે ઘડેલા નિયમનું રાજકોટની અમુક સરકારી કચેરીઓમાં સરેઆમ ઉલ્લંઘન, કચેરીમાં પ્રવેશ નિયમમાં તુક્કા પણ ચલાવ્યા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
અરજદારોને રસીના બે ડોઝનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ પ્રવેશ અપાયો. - Divya Bhaskar
અરજદારોને રસીના બે ડોઝનું સર્ટિફિકેટ બતાવ્યા બાદ જ પ્રવેશ અપાયો.
  • મનપાના અધિકારીઓને પણ ચેકિંગ કરીને પ્રવેશ અપાતો હતો

રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં સરકારના આદેશ બાદ ફક્ત રસી લીધી હોય તેમને જ પ્રવેશ આપવાનો અમલ કરાયો હતો. રાજકોટ મનપાના અધિકારીઓના વાહનો હોય તો તેમને પણ અટકાવીને ડ્રાઇવર તેમજ અધિકારી બંનેના સર્ટિફિકેટ ચેક કરવામાં આવતા હતા અને ત્યારબાદ આગળ જવા દેવામાં આવતા હતા.

આ દરમિયાન જો કોઇ વ્યક્તિએ એક જ ડોઝ લીધો હોય અને બીજા ડોઝનો સમય થઈ ગયો હોય તેમના માટે વેક્સિન બૂથ પણ રાખ્યું હતું અને સ્થળ પર જ રસી આપીને પછી કચેરીમાં પ્રવેશ અપાયો હતો.રસીના સર્ટિફિકેટ ચેક કરવામાં કોઇ પણ બાંધછોડ ન રાખવાનો આદેશ અપાયો હોવાથી દરેક લોકોને અટકાવાતા હતા જેથી ગેટ પાસે ટ્રાફિક જામ થયો હતો તેથી ગેટની અંદર વાહનોની કતાર કરાવાઈ હતી અને બેરિકેડ મૂકીને પ્રવેશ અપાયો હતો.

મનપામાં અધિકારીએ બે ડોઝ લીધા છે કે કેમ તેની ખરાઈ કરાઈ હતી.
મનપામાં અધિકારીએ બે ડોઝ લીધા છે કે કેમ તેની ખરાઈ કરાઈ હતી.

જિલ્લા પંચાયતમાં માત્ર ‘લીધી છે’ તેવું કહેનારાને પણ પ્રવેશ આપી દેવાયો હતો
રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકારના નિયમનો ઉલાળ્યો થતો હોવાનું જોવા મળ્યું હતું. જિલ્લા પંચાયત ખાતે આવતા મુલાકાતીઓને વેક્સિન લીધી હોવાનું માત્ર પૂછવામાં જ આવે છે, જ્યારે સર્ટિફિકેટ અંગે ખરાઈ કરવામાં આવતી નથી.

જિલ્લા પંચાયત ખાતે ગ્રાઉન્ડ લેવલ પર ચેકિંગ કરતા કચેરી ખાતે આવતા મુલાકાતીઓને વેક્સિન અંગે પૂછવામાં આવતું હતું, પરંતુ મુલાકાતી દ્વારા વેક્સિન લીધી હોવા પર હકારાત્મક જવાબ અપાતા સર્ટિફિકેટ અંગે ખરાઈ કર્યા વિના જ જવા દેવામાં આવતા હતા.

કોરોનાના કેસમાં થતા વધારાને ધ્યાને રાખી સરકાર દ્વારા માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પર ખૂબ જ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે ઠેર ઠેર ઓફિસ બહાર માસ્ક ફરજિયાત પહેરવા અંગેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે પરંતુ તેનો અમલ થતો નથી. કચેરી ખાતે આવતા મુલાકાતીઓના ચહેરા પર ક્યાંય માસ્ક જોવા મળતું નથી.

બીજો ડોઝ ન લીધો હોય તેઓને મનપાના ગેટ પાસે જ રસી અપાઈ.
બીજો ડોઝ ન લીધો હોય તેઓને મનપાના ગેટ પાસે જ રસી અપાઈ.

ઓન ધ સ્પોટ રસી માટે બૂથ વ્યવસ્થા નહિ
કચેરી ખાતે આવતા મુલાકાતીઓ માટે વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ રાખવું ફરજિયાત છે, પરંતુ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે વેક્સિન સર્ટિફિકેટ અંગે કોઈ જ ચેકિંગ જોવા મળ્યું ન હતું. ઉપરાંત જો કોઈ મુલાકાતીએ વેક્સિન લીધી નથી અને જો તે ઓન ધ સ્પોટ વેક્સિન લેવા ઈચ્છે છે તો તેમના માટે કચેરી ખાતે વેક્સિન બૂથની વ્યવસ્થા પણ જોવા મળી ના હતી.

અન્ય સમાચારો પણ છે...