તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:યુનિવર્સિટીની લેબમાંથી RTPCR રિપોર્ટ 6 કલાકમાં મળી જશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીએ સેમ્પલ સિવિલમાં આપવાનું રહેશે
  • સપ્તાહમાં ફાર્મસીભવનમાં લેબ શરૂ થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાયોસાયન્સ અને ફાર્મસી ભવનમાં આગામી એક સપ્તાહમાં કોરોના ટેસ્ટ માટેની લેબોરેટરી શરૂ થઈ રહી છે ત્યારે અત્યાર સુધી RTPCR ના જે રિપોર્ટ 24 થી 48 કલાક દરમિયાન મળી રહ્યા છે તે રિપોર્ટ માત્ર છ કલાકમાં પ્રાપ્ત થશે. એટલે કે દર્દીએ સવારે કોરોના ટેસ્ટ માટેનું સેમ્પલ આપ્યું હશે તો તેને ટેસ્ટનો રિપોર્ટ સાંજ સુધીમાં મળી જશે. જોકે દર્દીએ કોરોના ટેસ્ટ માટેનું સેમ્પલ યુનિવર્સિટીમાં આપવાનું નથી. દર્દીએ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ આપવાનું રહેશે. યુનિવર્સિટીની લેબમાં માત્ર સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવશે.

હાલ ICMR સહિતની કેટલીક મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે. સંભવત એક સપ્તાહમાં આ લેબ શરૂ થઇ જશે જેમાં કોરોનાના દર્દીઓના સેમ્પલનું ટેસ્ટિંગ કરાશે. ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી જણાવે છે કે, સવારથી સાંજ સુધીમાં આશરે 200 જેટલા સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ લેબ માટે જરૂરી મશીનરી, સાધન-સામગ્રી, ફ્રીઝ વસાવાયા છે.

યુનિવર્સિટીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ શરૂ થવાથી સિવિલ હોસ્પિટલ ઉપરનું ભારણ ઓછું થશે અને હાલ જે દર્દીના રિપોર્ટ 24થી 48 કલાકમાં આવી રહ્યા છે તે માત્ર છ કલાકમાં આવી જશે. યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન બેડ સાથેની હોસ્પિટલ બાદ હવે ત્રીજી વ્યવસ્થા RTPCR ટેસ્ટિંગ લેબની થવા જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...