તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ફુગ્ગા ભરવાના ગેસનો બાટલો ફાટતાં RPFની બેરેકના પતરાં તૂટ્યાં

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના રેલવે જંક્શન સામે રૂખડિયા મફતિયાપરા પાસે રેલવે સુરક્ષા બલની બેરેક નજીક રવિવારે સવારે ફુગ્ગા ભરવાના ગેસનો બાટલો બ્લાસ્ટ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.રેલવે સુરક્ષા બલમાં ફરજ બજાવતા અમિત બ્રહ્મશંકર યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, રૂખડિયા મફતિયાપરા પાસે આરપીએફની બેરેક આવેલી છે. જેની આસપાસ ફુગ્ગા વેચી ગુજરાન ચલાવતા લોકો રહે છે.

દરમિયાન રવિવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં મફતિયાપરામાં રહેતા લોકો પાસે રહેલો ફુગ્ગા ભરવાનો ગેસનો બાટલો કોઇ કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો. જેને કારણે બાટલાનું તળિયું અલગ થઇ જતા ગેસ જમીન પર ઢોળાઇ ગયો હતો. બાટલામાં ગેસનું પ્રેશર હોવાને કારણે બ્લાસ્ટ થયા બાદ બાટલો ઉછળીને આરપીએફની બેરેક પર પટકાયો હતો.

બેરેકની છત સિમેન્ટના પતરાં તેમજ પ્લાયવૂડની હોય તે તોડીને બાટલો અંદર પડ્યો હતો. સદનસીબે બ્લાસ્ટની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ નુકસાની થઇ હોવાથી જેનો ગેસનો બાટલો હતો તે મનસુખ કેશરભાઇ સામે સરકારી મિલકતને નુકસાની કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો