અનલોક:ગોંડલમાં રાજવી પરિવારનું મ્યુઝિયમ સોમવારથી ખુલશે, પ્રવાસીઓ વિન્ટેજ અને એન્ટિક કાર કલેકશન નિહાળી શકશે, ગાઇડલાઇનનું પાલન ફરજિયાત

ગોંડલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલીવુડ હોલીવુડના ડિરેક્ટરો અહીં શૂટિંગ કરી ચુક્યા છે

ગોંડલ રાજવી પરિવાર દ્વારા કોરોનાની મહામારીમા તકેદારીના ભાગરૂપે ઓર્ચાર્ડ પેલેસ, નવલખા દરબાર ગઢ પેલેસ અને રિવરસાઇડ પેલેસ પ્રવાસીઓ માટે સદંતર બંધ કરવામાં આવ્યા હતા. હાલ કોરોનાનું સંક્રમણ ઓછું થતા રાજવી પરિવારના મ્યુઝિયમ સોમવારથી ખુલશે. જ્યાં આવનાર મુલાકાતીઓએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ફરજિયાત રહેશે.

દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે મ્યુઝિયમ ખુલ્લું મુકાશે
હાલ દેશ ફરી અનલોક તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગોંડલ રાજવી પરિવાર દ્વારા દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આવતા સોમવારથી મ્યુઝિયમ ખુલ્લા મુકવામાં આવનાર છે આ તકે આવનાર પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની કોરોનાની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

બોલીવુડ હોલીવુડના ડિરેક્ટરો અહીં શૂટિંગ કરી ચુક્યા છે
ઉલ્લેખનીય છે કે ગોંડલના રાજવી મહેલો બોલીવુડ હોલીવુડના ડિરેક્ટરો અને કલાકારોના માનીતા છે અહીંના પેલેસમાં હમ દિલ દે ચૂકે સનમ, રેમ્બો રાજકુમાર, પ્રેમ રતન ધન પાયો સહિતના અનેક ફિલ્મોના શૂટિંગ થઇ ચુક્યા છે ઐશ્વર્યા રાય, સલમાન ખાન, આયુષ્યમાન ખુરાના, સોનાક્ષી સિંહા, પ્રભુદેવા, મિથુન ચક્રવર્તી સહિતના કલાકારો રોકાણ કરી ફિલ્મોના શૂટીંગ કરી ચુક્યા છે.

( હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...