તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કુરિયરની ઓફિસમાં થયેલી લૂંટના કેસમાં 48 કલાક બાદ ગુનો નોંધાયો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માલવિયા કોલેજ પાસની બાલાજી કુરિયરની ઓફિસે બનાવ બન્યો’તો

શહેરના ગોંડલ રોડ પર માલવિયા કોલેજ પાસે આવેલી બાલાજી કુરિયરની ઓફિસમાં ગત તા.5ના સાંજે ગ્રાહકના સ્વાંગમાં ખાબકેલી ત્રિપુટીએ ઓફિસના સંચાલકને છરી બતાવી ખુરશી સાથે બાંધી લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં તા.7ની સાંજે 48 કલાક બાદ માલવિયાનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. ઓફિસ સંચાલક હરજી ગોવાભાઇ ભોગાયતા (ઉ.વ.36)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.5ના સાંજે 7 વાગ્યે ત્રણ શખ્સો કુરિયર કરવાના બહાને ઓફિસમાં આવ્યા હતા અને એક શખ્સે ઓફિસનું શટર બંધ કરી દીધું હતું,

બાદમાં ત્રણેય શખ્સે ધમકાવી રોકડા રૂ.7 હજાર સાથેનું પાકિટ લૂંટી લીધું હતું અને ઓફિસમાં જે કંઇ હોય તે આપી દેવા ધમકાવ્યો હતો. પ્લાસ્ટીકની દોરીથી હરજીને ખુરશી સાથે બાંધી ઓફિસમાં શોધખોળ શરૂ કરી હતી અને રોકડ ભરેલો થેલો લૂંટારૂને હાથ આવી ગયો હતો. રોકડ ભરેલો થેલો લૂંટી ત્રણેય નાસી ગયા હતા. હરજીએ પોલીસ સમક્ષ કહ્યું કે, તેના ભાઇ ગોરધન અને તેના મિત્ર બબલુભાઇએ મુંબઇથી આંગડીયા મારફત રોકડ ભરેલો થેલો મોકલ્યો હતો. પોલીસે લૂંટારૂઓની ભાળ મેળવવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...