તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિકન્સ્ટ્રક્શન:85 લાખની લૂંટ કેવી રીતે કરી એ લૂંટારુએ પોલીસ સમક્ષ બતાવ્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ - Divya Bhaskar
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ
  • આજે વેપારી સમક્ષ આરોપીઓની ઓળખપરેડ થશે

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચંપકનગરમાં આવેલા શિવ જ્વેલર્સમાં ત્રાટકી રૂ.85.50 લાખના સોનાના દાગીનાની લૂંટમાં પોલીસે હરિયાણાથી ચાર રાજસ્થાનીને ઝડપી લઇ લૂંટનો 62.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. પોલીસે આરોપીઓ પાસે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને સોમવારે વેપારી પાસે આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવશે.

શિવ જ્વેલર્સમાં ગત તા.26ના બપોરે શો-રૂમના માલિક મોહનભાઇ વિરમભાઇ ડોડિયા પોતાના શો-રૂમે હતા ત્યારે ત્રણ શખ્સ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા અને વેપારી પર હુમલો કરી પિસ્ટલ બતાવી બંધક બનાવ્યા હતા અને રૂ.85.50 લાખના સોનાના દાગીના લૂંટી નાસી છૂટ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને હરિયાણાના પલવલમાંથી અવિનાશ ઉર્ફે ફૌજી ઉત્તમસીંગ બ્રહ્માસીંગ સિકરવાર, શુભમ સોવરનસીંગ કુંતલ, સુરેન્દ્ર હમીરસીંગ જાટ અને બિકેશ કુમ્હેરસીંગ પરમારને ઝડપી લઇ રોકડા રૂ.94 હજાર તથા સોનાના દાગીના સહિત કુલ રૂ.62,37,841નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ચારેય લૂંટારુને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા. રવિવારે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ઔસુરા સહિતની ટીમ લૂંટારુને લઇને ઘટનાસ્થળે પહોંચી હતી. શો-રૂમની બહાર કઇ જગ્યાએથી રેકી કરી હતી, શો-રૂમમાં પાંચ પૈકીના ક્યા ત્રણ લોકો ઘૂસ્યા હતા, અંદર ગયા બાદ વેપારી પર પહેલો હુમલો કોણે કર્યો હતો, વેપારીને પછાડી દઇ તેની છાતી પર કેવી રીતે બેઠા અને કોણે કોણે દાગીના થેલામાં ભર્યા અને કેવી રીતે વેપારીને તિજોરીમાં બંધ કરી કેવી રીતે ભાગ્યા સહિતની ઘટના તાજી કરાવી તેનું પંચનામું કર્યું હતું.

પીઆઇ ઔસુરાએ જણાવ્યું હતું કે, સોમવારે લૂંટારુઓની વેપારી મોહનભાઇ પાસે ઓળખપરેડ કરાવવામાં આવશે, લૂંટમાં સંડોવાયેલા અન્ય એક લૂંટારુ સતિષ સોવરનસીંગ ઠાકુરને પકડવા રાજકોટ પોલીસની એક ટુકડી હજુપણ હરિયાણા રાજસ્થાન ઘૂમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...