બેઠક:મોટામવાથી અવધ સુધીનો રોડ 150 ફૂટનો બનાવાશે, લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર થશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શુક્રવારે મળનારી છે. આ બેઠકમાં 53 દરખાસ્તો મુકાશે. જેમાં માર્ગો પહોળા કરવા તેમજ વરસાદી પાણીના નિકાલ સહિતના કામો મંજૂર થશે. મોટામવાથી અવધ સુધીનો કાલાવડ રોડ 100 ફૂટનો છે જેને 150 ફૂટ સુધી પહોળો કરવા તેમજ લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવાની દરખાસ્ત આવી છે જેને મંજૂરી મળી જશે.

આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના કામો મંજૂર કરાશે. મનપાના કર્મચારીઓને ખાસ કિસ્સામાં તબીબી સહાય ચૂકવાય છે આ તબીબી સહાય મેળવવા માટે આસિસ્ટન્ટ કમિશનર સી. કે. નંદાણી તેમજ ગાર્ડન સુપરિન્ટેન્ડન્ટ કે. ડી. હાપલિયા સહિતના કર્મચારીઓને તબીબી સહાય માટે દરખાસ્ત મૂકવામાં આવી છે.

આમ્રપાલી અન્ડરબ્રિજમાં ડિવોટરિંગ માટે મશીનરી, મલેરિયા વિભાગની કામગીરી માટે મશીનરી, દબાણ હટાવમાં હંગામી જગ્યા ઊભી કરી હતી તેને કાયમી કરવા જેવા નિર્ણય પણ લેવાશે. રૈયા સ્મશાન કે જ્યાં ઘણા સમય પહેલા ગેસ ભઠ્ઠી માટે ચર્ચા થઈ હતી પણ અભેરાઈએ તે નિર્ણય ચડી ગયો હતો અને આખરે આ સ્મશાન નોન-કોવિડ માટે મહત્ત્વનું સાબિત થયું હતું ત્યાં નવી ભઠ્ઠી માટે મંજૂરી મગાઈ છે.

અન્ય સમાચારો પણ છે...