કાર્યવાહી:રાજકોટના સણોસરામાં પત્ની સાથે છૂટાછેડા લઈ એકલવાયું જીવન જીવતા રીક્ષાચાલેક સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ, સગીરાને પેટમાં દુખાવો થતા ભાંડો ફૂટ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રીક્ષાચાલક સગીરાને ચોટીલા ફરવા લઈ ગયો હતો અને બાદમાં ઘરે મૂકી ગયો હતો

રાજકોટ તાલુકાના સણોસરામાં એક પરિવારની સગીર વયની દીકરીને તેના જ ગામના અને છુટ્ટાછેડા લઇ એકલવાયું જીવન જીવતા રીક્ષાચાલકે પ્રેમજાળમાં ફસાવી તેણીનું અપહરણ કરી હવસનો શિકાર બનાવી હતી. રીક્ષાચાલકે સગીરાને ચોટીલા ફરવા લઇ જઈ ફરી તેના ઘરે મૂકી ગયા બાદ તેણીને પેટમાં દુખાવો ઉપાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જેથી કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દીકરી લાપતા થતા પરિવારે પોલીસ ફરિયાદ પણ કરી હતી
રાજકોટ તાલુકાના સણોસરા ગામે રહેતા એક પરિવારની 16 વર્ષીય તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ સગીરના પિતાએ રીક્ષાચાલક સંજય વિનુભાઈ કોળી નામના શખ્સ વિરુદ્ધ કરી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તારીખ 17ના રોજ તેની સગીર દીકરી ઘરેથી લાપતા થઇ ગઈ હતી. જેથી પરિવારે શોધખોળ શરૂ કરી હતી. પરંતુ ક્યાંય મળી આવી ન હતી. જેથી પોલીસની મદદ લીધી હતી બાદમાં 19 તારીખે સવારે દીકરી ઘરે પરત આવી ગઈ હતી તેણીને પેટમાં દુખાવો ઉપડતાં તેની પૂછપરછ કરતા તેણીએ ચોંકાવનારી કબૂલાત આપી હતી.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સગીરાએ જણાવ્યું હતું કે ગામમાં રહેતો સંજય કોળી જે રીક્ષા ચલાવે છે. તેની રીક્ષામાં એકાદ વર્ષથી જતી હોવાથી તેની સાથે પરિચય થયો હતો. બાદમાં સંજય કોળીએ લગ્નની લાલચ આપી મને ઉઠાવી ગયો હતો અને ચોટીલા ફરવા લઇ ગયો હતો. બાદમાં 19 તારીખે સવારે સણોસરા ગામમાં જ એક મકાનમાં વહેલી સવારે ચારેક વાગ્યે મારી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી સવારે ઘરે મૂકી ભાગી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલે ખસેડાઈ હતી. મહત્વનું છે કે સંજય કોળીના છૂટાછેડા થઇ ગયા હતાં, ત્યારથી તે એકલો રહેતો હતો. હાલ તો કુવાડવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.