તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક હાલત અસ્વસ્થ:ગત લોકડાઉનમાં રૂ.500નો મેમો મળતા આઘાતમાં રિક્ષાચાલક માનસિક બીમાર થયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષ પછી પણ માનસિક હાલત ખરાબ, ફરી માતા-બહેન પર હુમલાનો પ્રયાસ

રાજકોટમાં આલાપ ગ્રીનસિટી પાછળ રહેતો એક યુવાન રિક્ષા ચલાવે છે. ગત લોકડાઉનમાં તેની આવક બંધ થઈ જતા રોજીરોટી મળતા તે ભાડું કરવા માટે રિક્ષા લઇને નીકળ્યો હતો. ત્યારે તેને મેમો મળ્યો હતો. તેની પાસે પૈસા હતા નહીં. તેથી તે આઘાતમાં સરી પડ્યો અને તેની માનસિક હાલત અસ્વસ્થ થઈ ગઈ હતી. તેને સારવાર માટે દાખલ કરવો પડ્યો.

સારવારના એક વર્ષ બાદ પણ યુવકની માનસિક હાલતમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી.માતા અને બહેન પર વારંવાર હુમલો કરે છે. શુક્રવારે ફરી હુમલાનો પ્રયાસ કરતા માતા અને બહેન ઝાડીની પાછળ છુપાઈ ગયા અને 181ની મદદ માગી હતી.

181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, શુક્રવારે પીડિતાએ રડતાં રડતાં ફોન કરતા અમારી ટીમને જણાવ્યું કે, મારા ભાઇને મેમો મળ્યો ત્યારે તેની પાસે પૈસા હતા નહીં. તેથી તે મેમો ફાડી નાખ્યો બાદ તેની માનસિક હાલત ખરાબ થઈ ગઈ છે અને નશાની લતે ચડી ગયો છે.

સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને હાલમાં તેની સારવાર ચાલુ છે. શુક્રવારે તેના ભાઈએ છરી માગી હતી. કારણ પૂછતા તેને મારકૂટ કરી માતાનું ગળું દબાવી દેતા શેરીના લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા.જેને પણ મારકૂટ કરી હતી. આ રીતે અવાર નવાર હુમલો કરે છે.

અન્ય સમાચારો પણ છે...