મતગણતરી:જિલ્લાની ગ્રામપંચાયતનું આજે પરિણામ, 928 નો સ્ટાફ મતગણતરીમાં જોડાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાના મુખ્ય મથકે મતગણતરીની વ્યવસ્થા કરાઈ

રાજકોટ જિલ્લાની રવિવારે યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી હાથ ધરવામાં આવશે. જેમાં 965 બૂથની ગણતરી માટે 212 ટેબલ ગોઠવાયા છે. મતગણતરીમાં 143 ચૂંટણી અધિકારી, 143 મદદનીશ ચૂંટણી અધિકારી, 928 મતગણતરી સ્ટાફ ભાગ લેશે. આ વખતે બેલેટ પેપરની મતગણતરી કરવાની હોવાથી સાંજ સુધીમાં પરિણામ આવશે. જિલ્લામાં 4125 ઉમેદવારના ભવિષ્યનો આજે ફેંસલો થઈ જશે. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે 724 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.

રાજકોટ તાલુકાની મતગણતરી શહેરના સંતકબીર રોડ પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય ખાતે યોજાશે. જ્યાં રાજકોટ તાલુકાની 67 ગ્રામપંચાયતની મતગણતરી માટે 22 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણીના ઉપયોગમાં લેવાયેલી 1089 મતપેટી તાલુકાના મુખ્ય મથક ખાતે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાઇ છે.જિલ્લામાં 541 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ હતી. જેમાંથી 130 સમરસ જાહેર થતાં 413 ગ્રામપંચાયતની ચૂંટણી રવિવારે યોજાઈ હતી. જેમાં 76.27 ટકા મતદાન થયું હતું. સૌથી વધુ વીછિંયા તાલુકામાં 81.44 ટકા નોંધાયું હતું. સૌથી ઓછું ધોરાજી 70.02 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...