કોરાનાએ ફરી માથુ ઊંચક્યું:રાજકોટમાં એક દિવસમાં હોટલમાં ઉતરેલા બે NRI સહિત 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ, ચાલુ મહિનામાં 16 એક્ટિવ કેસ નોંધાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં ફરી એક વખત કોરોનાએ માથું ઊંચક્યું હોય તે ગઇકાલે એકસાથે 8 નવા કેસ પોઝિટિવ નોંધાયા હતા. જેમાં 2 મહિલા અને 6 પુરૂષનો સમાવેશ થાય છે. આ 8 કેસમાં હોટલમાં ઉતરેલા બે NRIનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનો સમાવેશ થાય છે. ચાલુ મહિનામાં 16 એક્ટિવ કેસ નોંધાયા છે.

બન્ને NRIએ વેક્સિનના બે-બે ડોઝ લીધા છે
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં ઉતરેલા યુ.કે.ના 2 NRIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને આઇસોલેટ થયા છે. 61 અને 68 વર્ષના આ બન્ને પુરુષ વ્યવસાયના કામે રાજકોટ આવીને પહેલા નિરાલી રિસોર્ટમાં અને તે બાદ ઇમ્પિરિયલ પેલેસ હોટલમાં રોકાયા હોવાનું સામે આવ્યું છે. બન્નેએ વેક્સિનના બે-બે ડોઝ લીધા હોવાનું પણ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે.

25 વર્ષની યુવતી અને 27 વર્ષનો યુવાન સંક્રમિત
આ સિવાય અંબિકા ટાઉનશીપમાં આવેલ સત્યજીત સોપાનમાં રહેતા અને ત્રણ ડોઝ લેનારા 25 વર્ષની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી 11માં રહેતા અને વેક્સિનના ત્રણ ડોઝ લેનારા 27 વર્ષના યુવાનને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શહેરના આ વિસ્તારોમાં પણ પોઝિટિવ કેસ નોંધાયા
શહેરના નાના મવા રોડ પર રાજનગરમાં રહેતા અને વેક્સિનના ત્રણ ડોઝ લેનાર 25 વર્ષના યુવાનનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે નહેરૂનગર સોસાયટીમાં રહેતા અને વેક્સિનના બે ડોઝ લેનાર 34 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે રેસકોર્સ પાર્કમાં રહેતા વેક્સિનના ત્રણ ડોઝ લેનાર 58 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે સંતકબીર રોડ પર સદગુરૂનગરમાં રહેતા અને વેક્સિનના બે ડોઝ લેનાર 47 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ તમામ દર્દી ઘરે જ સારવાર હેઠળ છે. 8 પૈકી કોઈની હાલત ગંભીર નથી.

હોસ્પિટલમાં દાખલ બે પૈકી એક દર્દીને રજા અપાઈ
ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનામાં નોંધાયેલા 23 કેસ પૈકી હવે 16 કેસ એક્ટિવ છે. સાત દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ બે પૈકી એક દર્દીને પણ રજા આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...