તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:‘તારી દીકરીને મોકલી દે લગ્ન કરવા છે’ કહેતા પરિજનોએ યુવાનને ધોકાવ્યો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેડક રોડ પર મીરાપાર્કમાં ધુળેટીની રાત્રે યુવકે ફોન કરી પિતાને ધમકી આપી
 • અગાઉ જાહેરમાં યુવતીનો હાથ પકડી ઉઠાવી જવાની ધમકી પણ આપી’તી

શહેરમાં મહિલાઓ સાથે છેડતી, પજવણીના બનાવો વધી રહ્યાં છે. વધુ એક બનાવમાં ઘણા વર્ષોથી યુવતીની પજવણી કરનાર યુવાને તેના પરિવારને ફોન પર ધમકી દેતા યુવતીના પરિવારે ધુળેટીની રાતે જ યુવાનને ધોકાવી નાખ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બંને પક્ષે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પેડક રોડ, મીરાપાર્કમાં રહેતા વેપારી વલ્લભભાઇ લાધાભાઇ કલોલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા હિરેન ગોવિંદભાઇ સોલંકીનું નામ આપ્યું છે. ફરિયાદ મુજબ, કોલેજમાં અભ્યાસ કરતી પુત્રીને પાડોશી હિરેન છેલ્લા ઘણા વર્ષોથી યેનકેન પ્રકારે હેરાન કરે છે. પુત્રી શાળા-કોલેજે જાય તો તેની પાછળ પાછળ જઇ પજવણી કરતો રહેતો હતો. એક દિવસ પુત્રીનો જાહેરમાં હાથ પકડી મારે તારી સાથે લગ્ન કરવા છે, જો તું નહિ માને તો તને ઉપાડી જઇશની ધમકી આપી હતી.

પુત્રીએ હિરેનની પજવણી અંગે વાત કરતા પોલીસમાં અરજી પણ કરી હતી. તેની સામે કોઇ કાર્યવાહી નહિ થતા હિરેને ફરી વખત પજવણી કરતા પુત્રીએ પોતાને વાત કરી હતી. દરમિયાન ગત રાત્રીના હિરેનનો મોબાઇલ પર ફોન આવ્યો હતો. ફોન પર હિરેને ગાળો ભાંડી તારી દીકરીને મોકલી દેજે મારે તેની સાથે લગ્ન કરવા છેની ધમકી આપી હતી. જેથી ચાલુ ફોન રાખી હિરેનના ઘરે જઇ તેની માતાને હિરેન જે બોલતો હતો તે સંભળાવ્યું હતું.

આ જ સમયે હિરેન તેના ઘરે આવતા ફરી તે જ શબ્દો બોલી ધમકી આપી માર માર્યો હતો. મામલો વધુ બિચકતા વલ્લભભાઇ, તેનો દીકરો કૌશિક, પત્ની રમાબેને પાઇપથી માર મારી હિરેનને ઇજા પહોંચાડતા હોસ્પિટલ દાખલ થયો હતો. હિરેનની માતા લીલીબાએ પોલીસમાં વલ્લભભાઇ, તેની પત્ની અને દીકરા સામે માર માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસમથકના એએસઆઇ કુ.યુ.વાળાએ બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય એક બનાવમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘૂસાડવા બૂટલેગરો નીતનવા ઉપાયો અજમાવતા હોય છે. ત્યારે માસ્કના રો-મટિરિયલના જથ્થાની આડમાં શહેરમાં ઘૂસાડાતો વિદેશી દારૂ ભરેલું આઇશર પોલીસે પકડી પાડ્યું છે. આઇશર ટ્રકમાંથી રૂપિયા 4,41,900ના કિંમતની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 396 બોટલ મળી આવતા કબજે કરી છે.

વિદેશી દારૂ ભરીને આવેલા આઇશરના ચાલક ઇરાફનઅલી મંજૂરઅલી સૈયદ નામના ઉત્તરપ્રદેશના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. દારૂ હરિયાણાથી ભરીને લાવ્યાની પોલીસ સમક્ષ આરોપીએ કેફિયત આપી છે. કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો