તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:રાજકોટ-પોરબંદર, જબલપુર ટ્રેન ભક્તિનગર સ્ટેશન પર ઊભી રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે ઓખા-રામેશ્વરમ ટ્રેન રામનાથપુરમ સુધી જશે

રાજકોટ- પોરબંદર, સોમનાથ- જબલપુર ટ્રેનને ભક્તિનગર સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવશે. જે અતંગર્ત 09573 રાજકોટ- પોરબંદર સ્પેશિયલ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સવારે 7.07 કલાકે આવશે અને અને 7.08 કલાકે ત્યાંથી પ્રસ્થાન કરશે.તેવી જ રીતે 09574 પોરબંદર- રાજકોટ ટ્રેન ભક્તિનગર સ્ટેશને સાંજે 6.15 કલાકે આવશે અને અને 6.16 કલાકે ત્યાંથી ઉપડશે. જ્યારે સોમનાથ-જબલપુર ટ્રેન બપોરે 1.35 કલાકે ભક્તિનગર સ્ટેશન ખાતે આવશે અને 1.36 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે જબલપુર- સોમનાથ ટ્રેન બપોરે 1.30 કલાકે સ્ટેશન પર આવશે અને 1.32 કલાકે ઉપડી જશે.

દક્ષિણ રેલવેની રામેશ્વરમ રૂટની ટ્રેન ચાલવાને કારણે રાજકોટ મંડળથી જતી બે ટ્રેન પ્રભાવિત થશે. જેને કારણે 6 જુલાઇના રોજ ઓખા-રામેશ્વરમ ટ્રેનના રૂટમાં બદલાવ આવશે. 6 જુલાઈના રોજ ઓખાથી ઉપડતી ઓખા -રામેશ્વરમ જતી ટ્રેન રામેશ્વરના બદલે રામનાથપુરમ સુધી જશે. તેવી જ રીતે 9 જુલાઇના રોજ 06733 રામેશ્વરમ -ઓખા સ્પેશિયલ ટ્રેન રામેશ્વરના બદલે મંડપમથી ઉપડશે અને ઓખા સુધી આવશે.

અન્ય સમાચારો પણ છે...