તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિઝનેસ:રાજકોટની પેટર્નથી આફ્રિકામાં ટી પ્રોસેસિંગ સહિતના ઉદ્યોગ શરૂ થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુગાન્ડાની ટીમ જૂન માસના અંતે રાજકોટની મુલાકાત લેશે, મશીનરી- ટેક્નોલોજી, કાચો માલ ખરીદી માટે MOU કરશે

એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતું રાજકોટમાં અનેક પ્રકારના ઉદ્યોગો આવેલા છે. ત્યારે અહીં જે પેટર્નથી ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે તે પેટર્નથી આફ્રિકામાં ઉદ્યોગો શરૂ થશે. આ માટે યુગાન્ડાના હાઈ કમિશનર અને અધિકારીઓની ટીમ જૂન માસના અંતે રાજકોટની મુલાકાત લેશે અને અહીંના ઉદ્યોગનો અભ્યાસ કરશે. મશીનરી, ટેક્નોલોજી, કાચો માલ ખરીદી માટે ખાસ એમ.ઓ.યુ. કરશે તેમ સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગભાઈ તેજુરા જણાવે છે.

સમગ્ર અભ્યાસ બે તબક્કામાં કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 4 લોકોની ટીમ આવશે ત્યાર બાદ બીજા તબક્કામાં 35 લોકોનું ડેલિગેશન આવશે. જેમાં ત્યાંના મોટા ઉદ્યોગપતિ, સરકારી અધિકારીનો સમાવેશ થશે. કોરોના બાદ મોટા ભાગના દેશોના વેપાર ભારત સાથે વધ્યા છે. એમ.એસ.એમ.ઈ. એકમ માટે અને ઔદ્યોગિક જરૂરિયાત પૂરી કરવા માટે સમગ્ર ભારતમાં રાજકોટ અને સૌરાષ્ટ્ર મોખરે છે. ત્યારે આ પ્રોજેક્ટથી નાના એકમોને સૌથી વધુ ફાયદો થશે.

આ ઔદ્યોગિક એકમોનો અભ્યાસ કરશે
ટી પ્રોસેસિંગ યુનિટ, ડેરી અને આઈસક્રીમ પ્લાન્ટ અને મશીનરી, ટોઇલેટ અને ટિસ્યૂ પેપર બનાવવાની મશીનરી, મકાઈ મિલ માટેના પ્લાન્ટ- મશીનરી, અનાજ સંગ્રહ માટે, પશુ આહાર બનાવવા માટેના પ્લાન્ટ અને મશીનરી, માછીમારીના સાધનોની ખરીદી, ઈરિગેશન સિસ્ટમ, ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ, મિલ ટોમેટો કેચપ, ચિલ્લી સોસ અને તે પ્રકારની ફૂડ પ્રોડક્ટ બનાવવાની મશીનરી, નાની સાઈઝની શુગર મિલ તથા શેરડી પિલાણની મશીનરી, મોજાં અને એ પ્રકારની પ્રોડક્ટ માટેના એકમો, બેકરી પ્રોડક્ટ, એડિબલ ઓઈલ પોસ્ટ બનાવવા, દવા બનાવવા માટેની વિવિધ મશીનરી અને એકમો- પ્લાન્ટના ઉદ્યોગોની મુલાકાત યુગાન્ડાના હાઈ કમિશનર અને તેની ટીમ લેશે. તેમણે પોતાની જરૂરિયાત પત્ર લખીને જણાવી છે.

એમ.ઓ.યુ. અને મુલાકાતથી આ ફાયદો થશે
જો આફ્રિકાના દેશ સાથે ખરીદી માટે એમ.ઓ.યુ. અને રાજકોટ પેટર્નથી ત્યાં ઉદ્યોગો શરૂ થાય તો એક્સપોર્ટ, રોજગારી ક્ષેત્રમાં તેમજ અને રો-મટિરિયલ્સમાં અને મશીનરીના એકમો તથા તેની સાથે સંકળાયેલા ઉદ્યોગોને ફાયદો થશે. તેમજ આ ક્ષેત્રને સંલગ્ન અન્ય ઉદ્યોગો શરૂ થશે. જેથી અહીં પણ રોજગારીનું સર્જન થશે. તેમ પરાગભાઈ તેજુરા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...