ન હવનકૂંડ, ન ફેરા, ન ગોરમહારાજ:રાજકોટના યુગલે ઘરમાં જ ઠાકોરજીની સામે એકબીજાને હાર પહેરાવી લગ્ન કરી લીધા

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન અને કોરોના મહામારીએ કેટલો બદલાવ લાવી દીધો છે એનો એક જીવંત પ્રસંગ રાજકોટમાં બન્યો છે. ગુરુવારે શહેરમાં એવા લગ્ન યોજાયા જેમાં હવનકૂંડ, શાસ્ત્રીજી, બેન્ડબાજા, દાંડિયારાસ, કન્યાદાન, જમણવાર, રિસેપ્શન પૈકી એકપણ પ્રસંગ ન થયો. ઘરમાં જ બિરાજમાન ઠાકોરજીના સન્મુખ બંને વરઘોડિયાએ એકબીજાને વરમાળા પહેરાવી લગ્ન કર્યા હતા. 22 માર્ચે રાજકોટના શેઠ પરિવારના રવિભાઈના લગ્ન થવાના હતા એવામાં જ જનતા કર્ફ્યૂ અને ત્યારબાદ લોકડાઉન જાહેર થતા ધામધૂમથી થનારા લગ્ન અટકી પડ્યા હતા. પરંતુ વડીલોના કહેવાથી કંકોતરી છપાઇ ગયા પછી શુભકાર્યમાં વિલંબ નહીં કરવાને કારણે 28મેના રોજ બંને પરિવારના માત્ર 35 લોકોની હાજરીમાં ઠાકોરજીની સન્મુખ અને શેઠ પરિવારના ગુરુદેવની ઉપસ્થિતિમાં લગ્ન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...