તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The Rains, Which Had Become A Lifeline For Agriculture, Became Fatal; As The Pool Was Washed Away, The Villages Became Out Of Touch, And People's Homes Were Flooded

તબાહીનો ચિતાર:ખેતીવાડી માટે જીવતદાન બનીને આવેલો વરસાદ જીવલેણ બન્યો; ઠેર ઠેર પૂલ ધોવાઈ જતાં ગામડાં સંપર્કવિહોણાં બન્યા, લોકોની ઘરવખરી પલળી ગઈ

રાજકોટ, જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લાના અલિયા ગામને જામનગર-રાજકોટ હાઇવેને જોડતા જાંબુડા પાટિયા તરફના માર્ગ પર પાણી ફરી વળતાં નદીના પુલનું ધોવાણ થતા અવરજવર ઠપ થઈ છે. - Divya Bhaskar
જામનગર જિલ્લાના અલિયા ગામને જામનગર-રાજકોટ હાઇવેને જોડતા જાંબુડા પાટિયા તરફના માર્ગ પર પાણી ફરી વળતાં નદીના પુલનું ધોવાણ થતા અવરજવર ઠપ થઈ છે.

સોમવારે રાજકોટ અને જામનગર જિલ્લામાં પડેલા 22 ઇંચ સુધીના વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાં હતાં. પૂરના પાણી ઓસરી જતાં તારાજીના દૃશ્યો બહાર આવ્યાં છે. પાણીના ભારે પ્રવાહને કારણે ખેતરો ધોવાઈ ગયાં છે, જેના કારણે મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ઠેર ઠેર નદીઓ પરના પૂલ તૂટી જવાથી 100 જેટલાં ગામડાં સંપર્કવિહોણાં બન્યાં છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે મહામૂલી ઘરવખરી પલળી ગઈ છે.

ભાદર નદીના પૂરના પાણીના કારણે માણાવદરના વેકરી ગામે ખેતરનું ધોવાણ થતાં મગફળીના પાકમાં નુકસાન થયું છે.
ભાદર નદીના પૂરના પાણીના કારણે માણાવદરના વેકરી ગામે ખેતરનું ધોવાણ થતાં મગફળીના પાકમાં નુકસાન થયું છે.
ભારે વરસાદને પગલે જામકંડોરણાને રાજકોટ સાથે જોડતો ફોફળ નદીનો પુલ તૂટી જતાં વાહન વ્યવહાર થંભી ગયો. પુલનો પાયો ધોવાઈ જતાં પુલના ટૂકડા થઈ ગયા હતા.
ભારે વરસાદને પગલે જામકંડોરણાને રાજકોટ સાથે જોડતો ફોફળ નદીનો પુલ તૂટી જતાં વાહન વ્યવહાર થંભી ગયો. પુલનો પાયો ધોવાઈ જતાં પુલના ટૂકડા થઈ ગયા હતા.
છાપરા ગામ નજીક ઉદ્યોગપતિ કિશન શાહ કાર સાથે તણાયા હતા. NDRFની ટીમે કાર શોધીને બહાર કાઢી હતી. કારમાંથી કિશન શાહનો મૃતદેહ મળ્યો હતો.
છાપરા ગામ નજીક ઉદ્યોગપતિ કિશન શાહ કાર સાથે તણાયા હતા. NDRFની ટીમે કાર શોધીને બહાર કાઢી હતી. કારમાંથી કિશન શાહનો મૃતદેહ મળ્યો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ વડવાજડીમાં પુલ પાસે રહેતા પરિવારના ઘરોમાં થયેલી તબાહીનું જાતનિરીક્ષણ કર્યું હતું, મુખ્યમંત્રી પહોંચ્યા ત્યારે પણ ઘરની સામગ્રી બહાર હતી, પરિવારજનોએ કહ્યું હતું કે, જેટલી સામગ્રી બચાવી શકાઈ તે બચાવી છે.

અન્ય સમાચારો પણ છે...