ચૂંટણી:રેલવે સલાહકાર સમિતિની બેઠક મળી, 3 સભ્યો વચ્ચે ચૂંટણી થઇ

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી સરાઈ રોહિલા જતી ટ્રેન 14 કલાક પડી રહેતી હોવાથી આ ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા માંગ

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનલ રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગી બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાને 11, હિરેનભાઈ જોશીને 6, રમાબેન માવાણીને 4 મત મળ્યા હતા. પાર્થભાઇ ગણાત્રાના નામનું સૂચન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. કુલ 21 સભ્યોએ આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

પાર્થભાઇ ગણાત્રાએ સેન્ટ્રલ- હાપા વચ્ચે દોડતી દુરન્તો એક્સપ્રેસને બોરિવલી અથવા તો મલાડ સ્ટેશને સ્ટોપ આપવા, જામનગર- બાંદ્રા ટ્રેન હમસફર એક્સપ્રેસ ટ્રેનને કાયમી ધોરણે ચાલુ કરવા, ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનને અઠવાડિયામાં ત્રણ વખત ચલાવવા, પોરબંદરથી દિલ્હી સરાઈ રોહિલા જતી ટ્રેન 14 કલાક સરાઈ પડી રહે છે તેને બદલે આ ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, અમદાવાદ- હરિદ્વાર દિલ્હી મેલ કાલાપુર સ્ટેશન પર 14 કલાકનો લાંબો હોલ્ટ ધરાવે છે.

જેને રાજકોટ સુધી લંબાવવા, રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર નંબર 2 ઉપર મુકવામાં આવેલા એસ્કેલેટર માત્ર ઉપર જવા માટેની સુવિધા પૂરી પાડે છે. ત્યારે આ સ્થળે ચોથું એસ્કેલેટર મૂકવા માટે રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...