કોરોનાનો કહેર:વેક્સિનનો જથ્થો જેમ આવે તેમ ગામડામાં મોકલીએ છીએ, મ્યુકરમાઇકોસિસ માટે સિવિલમાં 200 બેડનો વોર્ડ ઉભો કરાયોઃ રાજકોટ કલેક્ટર

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને પત્રકાર પરિષદ સંબોધી.
  • ગામડાઓમાં અમે કોમ્યુનિટી સેન્ટર ઉભા કરવાનું કહી દીધું છે

કોરોનાની બીજી ઘાતક લહેરે સમગ્ર ગુજરાતને પોતાની ચુંગાલમાં લઇ લીધું છે. ત્યારે રાજકોટ જિલ્લો પણ બાકાત રહ્યો નથી. શહેર કરતા ગામડામાં કોરોનાના કેસ અને મોતના આંકડા વધી રહ્યાં છે. કોરોનાને લઇને રાજકોટ જિલ્લામાં શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે આજે કલેક્ટર રેમ્યા મોહનની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં જણાવ્યું હતું કે, વેક્સિનનો જથ્થો જેમ જેમ મળી રહ્યો છે તેમ તેમ ગામડાઓમાં મોકલી રહ્યાં છીએ. મ્યુકરમાઇકોસિસિ રોગ માટે સિવિલ હોસ્પિટલમાં 200 બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

મ્યુકરમાઇકોસિસ માટે ઇન્જેક્શનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની તમામ હોસ્પિટલ પર હાલ લોડ છે. બીજા જિલ્લામાંથી દર્દીઓ રાજકોટ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ થઇ રહ્યાં છે. આથી લોડ વધી રહ્યો છે. કોરોનામુક્ત ગામ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેક્સિનનો જથ્થો આવી રહ્યો છે. ગામડાઓમાં કેસ વધી રહ્યાં છે. થોડા દિવસોમાં કાબૂમાં આવી જશે. મ્યુકરમાઇકોસિસ માટે ઇન્જેક્શનનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ક્યાંય ઓછો જથ્થો છે એવું નથી. ગામડાઓમાં અમે કોમ્યુનિટી સેન્ટર ઉભા કરવાનું કહી દીધું છે.

રાજકોટમાં બેડ અંગે માહિતી આપતું વેબ પોર્ટલ શરૂ કરાયું
રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના સારવાર માટે કેટલા બેડ ખાલી છે અને કેટલા બેડ ભરેલા છે તે અંગેની માહિતી દર્શાવતું વેબ પોર્ટલ આખરે શરૂ થઇ ચૂક્યું છે. માત્ર એક ક્લિક પરથી જાણી શકાશે કે, રાજકોટ શહેર અને જિલ્લાની કંઈ હોસ્પિટલમાં કેટલા બેડ ઓક્સિજન વગરના, કેટલા બેડ ઓક્સિજનયુક્ત સુવિધાવાળા તેમજ કેટલા આઇ.સી.યુ. વેન્ટિલેટરની સુવિધા ધરાવતા બેડ અવેલેબલ છે, રાજકોટ શહેરમાં કેટલાક યુવાનોએ ટ્વિટરના માધ્યમથી હેશ ટેગ #RAJKOTNEEDSBEDPORTAL અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન દ્વારા યુવાનો ટ્વિટરના માધ્યમથી રાજકોટ કલેકટર રેમ્યા મોહન, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, વડોદરાના પોલીસ કમિશનર સિંઘ સહિતના લોકોને ટેગ કરતા હતા.

કોરોનાની સ્થિતિ વિશે કલેક્ટરે માહિતી આપી.
કોરોનાની સ્થિતિ વિશે કલેક્ટરે માહિતી આપી.

ગામડામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની સૂચના
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય જિલ્લાની પરિસ્થિતિ અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ કથળવા ઉપર છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો સાથે સંયુક્ત રીતે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવાની સુચના સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી કરીને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ત્યાં જ સારવાર આપવામાં આવે. પરંતુ હાલ પરિસ્થિતિ અંતિ ગંભીર છે અને દર્દીઓ ક્રિટીકલ કંડીશનમાં હોવાથી રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યાં હોય હોસ્પિટલો ઉપર ભારણ વધુ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 બેડ ઓક્સિજન સાથે શરૂ કરવામાં આવ્યા
થોડા સમય પહેલા શહેરમાં કોરોનાના કેસમાં ભયંકર રીતે ઉછાળો આવ્યો હતો. અને લોકોને બેડ મળવા મુશ્કેલ થઈ પડ્યા હતા. જેથીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલના ટ્રોમા કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ, સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ, સહિત ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ વધારવાની સુચના આપી દેવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોતાના હસ્તક રહેલી હોસ્પિટલોમાં 500થી વધુ બેડ વધારાયા હતા. તેમ છતા પણ પરિસ્થિતિ વણસી જતા ચૌધરી હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઓક્સિજનની સુવિધા સાથે 200 બેડ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ કોઈ કારણોસર ત્યાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી નહી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 બેડ ઓક્સિજન સાથે શરૂ કરવામાં આવ્યા હતા. હાલ રાજકોટમાં રિકવરીનો રેટ વધવા ઉપર છે. પોઝિટિવ દર્દીઓની સામે ડીસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધી હોવાથી હાલ બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...