તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંભુની સૌથી વધુ માંગ:ફટાકડાની ખરીદી ગયા વર્ષ કરતાં 20% ઓછી, ચાઇનીઝ ફટાકડાને લોકોએ જાકારો આપ્યો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટમાં દર વર્ષે દિવાળીના તહેવારો પૂર્વે શહેરમાં શેરી-ગલીઓ, ચોકમાં મંડપ નાખી ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવે છે અને સિઝન પૂરતા જ ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે. શહેરના શાસ્ત્રીમેદાન, નાનામવા ચોક, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતની જુદી જુદી જગ્યાએ વેપારીઓએ મંડપ નાખી ફટાકડાના સ્ટોલ ઊભા કરી દીધા છે. પરંતુ છેલ્લે કેટલાક દિવસોથી ફટાકડા બજારમાં ગ્રાહકી ઠંડી રહેતી હતી પરંતુ છેલ્લા બે દિવસથી છેલ્લી ઘડીની ખરીદી નીકળતા વેપારીઓને રાહત થઇ છે.

વેપારીઓએ કહ્યું કે 10 દિવસથી વધુ સમયથી સ્ટોલ નાખ્યો છે, કોરોના ઈફેક્ટને કારણે ધંધો મંદો થશે તેવું લાગતું હતું પરંતુ દિવાળીના એક-બે દિવસ પહેલા જ લોકો ફટાકડાની ખરીદી કરવા નીકળી પડ્યા છે. જો કે ગયા વર્ષ કરતા આ વર્ષે ફટાકડાની ખરીદી 20 ટકા ઓછી થઇ છે. પરંતુ બાળકોમાં પોપ-પોપ, પબજી ગન, ડ્રોન ફટાકડા, મલ્ટી કલર શમ્ભુની સૌથી વધુ માંગ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો