તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:દેશની પ્રગતિમાં વિજ્ઞાન, શિક્ષણ અને સંશોધન હોય છે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મીય યુનિ. દ્વારા ‘પેરેડાઈમ શિફ્ટ ઇન ઈકોનોમી-પોસ્ટ 2020’ કોન્ફરન્સ યોજાઈ

કોવિડ-19ને કારણે વ્યક્તિથી માંડીને વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. આ વર્ષ પૂરું થયા પછી આવનારો પરિવર્તનનો દોર કેવો હશે? અને વૈશ્વિક સ્તરે ભાવિના ગર્ભમાં કેવી શક્યતાઓ છુપાયેલી છે? તેનાં વિસ્તૃત વિશ્લેષણ અને જાણકારી વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો, અધ્યાપકો વગેરેને મળે તે માટે આત્મીય યુનિવર્સિટી – રાજકોટ અને લિંકન યુનિવર્સિટી કોલેજ –મલેશિયાના સંયુક્ત ઉપક્રમે ‘પેરેડાઇમ શિફ્ટ ઇન ઈકોનોમી-પોસ્ટ 2020’ ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભસ્વામીએ કહ્યું હતું કે, કોઈપણ દેશની પ્રગતિના પાયામાં વિજ્ઞાન, શિક્ષણ, સંશોધન અને નવીનીકરણ રહેલાં હોય છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ તેની અભિવ્યક્તિ છે. આવા આયોજનથી વિદ્યાર્થીઓને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારવાની દ્દષ્ટિ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો