કાર્યવાહી:સિવિલમાંથી પોલીસની નજર ચૂકવી દુષ્કર્મનો કેદી નાસી ગયો

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નર્સ સારવાર કરીને નીકળી તેની થોડી જ ક્ષણોમાં કેદી ફરાર

સેન્ટ્રલ જેલમાં રહેલા લખન વિક્રમ કમેજડિયા (ઉ.વ.25)એ મંગળવારે રાત્રે 11 વાગ્યે જેલમાં હતો ત્યારે કાચ ખાઇ લેતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લખન કમેજડિયાને સિવિલના પ્રિઝનર વોર્ડમાં રાખવામાં આવ્યો હતો અને તેના પર પોલીસનો જાપ્તો પણ ગોઠવવામાં આવ્યો હતો. બુધવારે સાંજે કેદી લખનને નર્સ બાટલો ચડાવીને નીકળી હતી, થોડીવાર બાદ જાપ્તાની પોલીસે તપાસ કરતા લખન જોવા મળ્યો નહોતો, પોલીસ સ્ટાફે સિવિલના કેમ્પસમાં આંટાફેરા કર્યા હતા, પરંતુ લખનના સગડ મળ્યા નહોતા, અંતે કેદી લખન કમેજડિયા નાસી ગયાની પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

લખન કમેજડિયા સામે વર્ષ 2015માં દુષ્કર્મની ફરિયાદ થઇ હતી અને તેમાં જે તે સમયે જેલમાં ધકેલાયો હતો, કોર્ટની મુદતે લખન હાજર થતો નહીં હોવાથી તેની સામે પકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. કેદી નાસી જતાં જાપ્તા પરના પોલીસ સ્ટાફ સામે કાર્યવાહી થઇ શકે છે.

મહિલાનું બિલ્ડિંગ પરથી પટકાતાં મોત
મવડી ચોકડી પાસેના ઉદયનગરમાં રહેતા સ્મિતાબા મનોહરસિંહ ગોહિલ (ઉ.વ.33) સાંજે તેમના ઘર પાસેના એપાર્ટમેન્ટના પાંચમા માળે હતા ત્યારે પાંચમા માળેથી કોઇ કારણસર નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને તેના પતિએ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તેમનું મોત થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...