શાકભાજીના ભાવમાં ઘટાડો, ગૃહિણીઓને રાહત:યાર્ડમાં શાકભાજીનો ભાવ રૂ.50 માંથી 5 થી 10ના કિલો થયા

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિયાળાની શરૂઆત થતાની સાથે જ લીલા શાકભાજીની આવક વધવા લાગી છે. પહેલાની સરખામણીએ 50 ટકા આવકમાં વધારો થયો છે. હાલમાં ટમેટાં સિવાય તમામ સ્થાનિક શાકભાજીની આવક શરૂ થઇ ગઈ છે. જે શાકભાજીનો ભાવ એક મહિના પહેલા યાર્ડમાં પણ રૂ.50 થી 60 નું કિલો હતો હવે તેનો ભાવ રૂ.5 થી 10 એ પહોંચ્યો છે. શાકભાજીની આવક વધવાથી અને તેના ભાવ ઘટવાથી ગૃહિણીઓમાં પણ રાહત જોવા મળી છે. આ અંગે વેપારીઓના જણાવ્યાનુસાર માવઠું અને વરસાદી માહોલની કોઈ નોંધપાત્ર અસર શાકભાજીના વાવેતર પર થઇ નથી.

અન્યથા શાકભાજીના પાકને નુકસાન જવાની ભીતિ હતી. જોકે હાલમાં શાકભાજીના ભાવમાં 30 થી 40 ટકાનો ભાવઘટાડો થયો છે. હાલ દૂધી, કોબીજ,કાકડી, મુળા અને મેથી, કોથમીર, રીંગણા, મરચાંની આવક વધી રહી છે અને તેનો ભાવ ઘટી રહ્યો છે. જોકે ડિસેમ્બર સુધીમાં મોટાભાગના તમામ શાકભાજીના ભાવ ઘટી જશે. તેમજ અહીંથી અન્ય રાજ્યમાં શાકભાજી મોકલવામાં આવશે. ચોમાસાને કારણે શાકભાજીના પાકને નુકસાન જવાને કારણે એક તબક્કે તો આવક માત્ર 20 થી 30 ટકા જ રહી હતી. ખેડૂતો શાકભાજી લઇને આવે તેની રાહ જોઇને બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...