તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:કપાસનો ભાવ ઓલ ટાઈમ હાઈ, એક મણના રૂ.1620

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહમાં બે વાર ભાવ રૂ.1600 સુધી ઉપજ્યા, અન્ય આવક બંધ, કપાસની આવક સતત ચાલુ

ગુજરાતના કપાસની ડિમાન્ડ નીકળવાને કારણે હાલ યાર્ડમાં કપાસના ભાવ ઊંચકાયા છે. ઓલ ટાઈમ હાઇ રહેવાને કારણે સપ્તાહમાં બે વાર કપાસનો ભાવ હરાજીમાં રૂ.1600 સુધી બોલાયા છે. બુધવારે યાર્ડમાં કપાસના ભાવે રૂ.1600ની સપાટી કુદાવતા એક મણનો ભાવ રૂ.1620 સુધી ઉપજ્યો હતો. જિનિંગ અને સ્પિનિંગમાં ખરીદી નીકળતા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો છે.

બુધવારે કપાસની 350 ક્વિન્ટલ આવક થઇ હતી.જેની સામે ભાવ રૂ.1200 થી 1620 સુધીનો બોલાયો હતો. એક બાજુ કપાસના ભાવ ઊંચકાઇ રહ્યા છે પરંતુ સામે આવક ઘટી રહી છે.ગત માસમાં કપાસની આવક સામાન્ય રીતે 900 ક્વિન્ટલ સુધીની હતી. જ્યારે ચાલુ માસમાં આ આવક ઘટીને 300 ક્વિન્ટલ સુધી પહોંચી છે. કપાસની ડિમાન્ડ હોવાને કારણે યાર્ડમાં સતત તેની આવક ચાલુ રાખવામાં આવી છે. જ્યારે અન્ય જણસીની આવક એકાંતરા બંધ કરવામાં આવે છે. હાલ જે કપાસનો ભાવ બોલાઇ રહ્યો છે તે છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ ભાવ છે.

સિંગતેલમાં વધ્યા હતા રૂ.30 અને ઘટ્યા માત્ર રૂ. 20
ખાદ્યતેલમાં બે દિવસ સુધી ભાવવધારો યથાવત્ રહ્યા બાદ બુધવારે ભાવ ઘટ્યા હતા. છતાં લોકોને મોંઘા ભાવનું તેલ ખાવું પડી રહ્યું છે. સિંગતેલમાં સોમવારે રૂ.30 વધ્યા હતા. બુધવારે રૂ.20 ઘટીને ડબ્બો 2390 થયો હતો. કપાસિયા તેલમાં રૂ.25નો ભાવવધારો થયો હતો અને તેમાં માત્ર રૂ.15 ઘટીને 2300નો ડબ્બો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...