તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ વધારો:સીંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2500 થયો, કપાસિયામાં 15નો વધારો

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સામાન્ય ઘટાડા બાદ ખાદ્યતેલના ભાવ ફરી ઉંચકાયા

મે માસના અંતે સીંગતેલના ભાવમાં રૂ. 150 નો ઘટાડો થતા રૂ. 2630ની સપાટીએ પહોંચેલો સીંગતેલનો ડબ્બો રૂ. 2480નો થયો હતો. જ્યારે કપાસિયા તેલમાં રૂ. 15નો ભાવ ઘટયો હતો. પહેલી જૂને એકીસાથે સીંગતેલના ડબ્બામાં રૂ. 40 નો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. 3 જૂને ફરી પાછા રૂ. 40 વધ્યા હતા. ત્રણ દિવસ સુધી ભાવમાં સ્થિર વલણ રહ્યા બાદ ફરી પાછો ભાવમાં વધારો આવતા સીંગતેલનો ડબ્બો સોમવારે રૂ. 2500 નો થયો.

ઓઈલ મિલરોના જણાવ્યાનુસાર સીંગતેલમાં છેલ્લા કેટલાક સમયથી ચાઈના સાથેના વેપાર બંધ હતા.બીજી તરફ ઈમ્પોર્ટ તેલના ભાવ કાબુમાં આવ્યા હતા.તેની સાથે સાથે સીંગતેલના ભાવમાં ધટાડો જોવા મળ્યો હતો.

કપાસિયા તેલનો ડબ્બો રૂ.2400 એ પંહોચવામાં માત્ર રૂ. 30 નું જ છેટુ રહેતા ડબ્બાનો ભાવ રૂ. 2370 નો થયો હતો. જ્યારે ખાદ્યતેલના ભાવમાં સ્થિર વલણ રહ્યું હતુ. પામોલીન તેલ રૂ. 2000-2005, 15 કિલો સરસિયાનો ભાવ રૂ. 2280-2320 નો રહ્યો હતો. સનફલાવર તેલ રૂ. 2440-2470, મકાઈ તેલનો ભાવ રૂ. 2100 થી 2120 સુધીનો બોલાયો હતો. નજીવા ધટાડા બાદ ખાદ્યતેલના ભાવમાં ફરી પાછો ભાવ વધારો આવ્યો છે.જેને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.જો કે આ વર્ષે મગફળીનું ઉત્પાદન પુરતા પ્રમાણમાં થયુ હતુ અને લોકોને સસ્તા ભાવે સીંગતેલ ખાવા મળશે તેવી લોકોની આશા ઠગારી નીવડી છે.

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ 92ને પાર થયા
કોરોનાની બીજી લહેરમાં ઘરે ધરે લોકોને મેડિકલ ખર્ચનો વધારાનો બોજો સહન કરવો પડયો છે અને બીજી તરફ આવક હતી નહિ. આમ,દરેક લોકો આર્થીક ખેંચનો સામનો કરી રહ્યા છે.તેવામાં લોકોને પડયા પર પાટુ સહન કરવુ પડી રહ્યું છે.રાજકોટમાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ રૂ. 92 ને પાર થયો છે. સોમવારે પેટ્રોલનો ભાવ રૂ. 92.11 હતો અને ડિઝલનો ભાવ રૂ. 92.69 હતો. જ્યારે 7 મે ના રોજ પેટ્રોલનો ભાવ રૂ.88.20 અને ડિઝલનો ભાવ રૂ. 87.75 હતો. આમ એક માસમાં પેટ્રોલના ભાવમાં રૂ. 3.41 અને ડિઝલના ભાવમાં રૂ. 5.14 નો ભાવ વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...