તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારીએ માઝા મૂકી:તહેવારો પૂર્વે સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 50નો વધારો, એક મહિનામાં રૂ. 100થી 150 વધવાની શક્યતા

રાજકોટ20 દિવસ પહેલા
  • વધતા જતા ભાવ પાછળ મગફળીની નહિવત આવક કારણભૂત

રાજકોટ : સાતમ-આઠમના તહેવાર પૂર્ણ થયા છે. ત્યારે ગણપતિ મહોત્સવ, નવરાત્રિ સહિતના તહેવારોને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ મોંઘવારી માઝા મૂકી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે. સીંગતેલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં 40થી 50 રૂપિયાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, વધતા જતા ભાવ પાછળ મગફળીની નહિવત આવક તેમજ અન્ય તેલના ભાવ સીંગતેલની લગોલગ પહોંચતા લોકો સીંગતેલની ખરીદી તરફ વળ્યા છે. એક મહિનામાં 100થી 150 રૂપિયાનો ભાવ વધારો થાય તેવી શક્યતા છે.

હાલ મગફળીનો જથ્થો નાફેડ પાસે જ પ્રાપ્ત છે
વધુમાં જણાવ્યું છે કે, આને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી મહિને સીંગતેલના ડબ્બાના ભાવમાં વધુ 100 રૂપિયાનો ઉછાળો આવી શકે તેમ છે. વેપારીનું કહેવું છે કે હાલ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ તેમજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. હાલ મગફળીનો જથ્થો નાફેડ પાસે જ પ્રાપ્ત છે.

સીંગતેલના વેપારી ભાવેશભાઈ પોપટ.
સીંગતેલના વેપારી ભાવેશભાઈ પોપટ.

માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક નથી
આ અંગે ખાદ્યતેલનાં વેપારી ભાવેશભાઈ પોપટે કહ્યું હતું કે, હાલ કપાસિયા તેલના ભાવો વધતા લોકો ફરી સીંગતેલ તરફ વળ્યાં છે. તેમજ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાવ આવક નથી. જેને લઈને મગફળીનાં ભાવમાં વધારો થયો છે. અને આ બંને બાબતોની સીધી અસર હાલ સીંગતેલનાં ભાવમાં જોવા મળતા એક સપ્તાહમાં જ ભાવમાં 40-50 રૂપિયાનો વધારો થયો છે. સાથે સાથે દુષ્કાળની પરિસ્થિતિ હોવાને કારણે મગફળી વેંચવા કોઈ તૈયાર નથી. જેને લઈને આગામી મહિનામાં હજુ ભાવમાં 100 -150 રૂપિયાનો વધારો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

સીંગતેલના ભાવમાં સતત વધારો થતો જાય છે.
સીંગતેલના ભાવમાં સતત વધારો થતો જાય છે.

6 વર્ષમાં મગફળી અને સીંગતેલના ભાવમાં વધારો

વર્ષમગફળીનો ભાવ (રૂપિયામાં)સીંગતેલનો ભાવ (રૂપિયામાં)
2016800-9001745-1750
2017750-8301760-1770
2018475-7501470-1480
2019690-9881660-1670
20201050-12002060-2070
20211050-12352400-2550