તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:સિંગતેલનો ડબ્બો રૂ.2600નો થયો, કપાસિયાના ભાવમાં રૂ.20 વધ્યા

રાજકોટ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

સોમવારે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2600નો થયો હતો. જ્યારે કપાસિયાના ભાવમાં રૂ.20નો ઉછાળો જોવા મળ્યો હતો. કપાસિયા તેલના ભાવમાં વધારો થયા બાદ તેલનો ડબ્બો રૂ. 2190નો થયો હતો. શનિવારની સરખામણીએ સિંગતેલના ભાવમાં રૂ.15નો ભાવવધારો થયો હતો. સિંગતેલ લૂઝના ભાવ રૂ.1500 થી વધી રહ્યા છે.જેમાં એક દિવસના 15-20 ટેન્કરના કામકાજ નોંધાઈ રહ્યા છે.

સિઝન પૂરી થયા બાદ પણ સિંગતેલના ભાવમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આ ભાવવધારા સામે મધ્યમવર્ગીય પરિવાર અને ગૃહિણીમાં કચવાટ જોવા મળી રહ્યો છે. મુખ્ય તેલની સાથે સાઈડ તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. મકાઈ તેલમાં રૂ. 20નો ભાવવધારો થયા બાદ મકાઈ તેલ રૂ.1940, વનસ્પતિ ઘીમાં 10નો ભાવવધારો થયો હતો. ભાવ વધ્યા બાદ વનસ્પતિ ઘીનો ભાવ રૂ.1870 નો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો