મોંઘવારી:સિંગતેલ ડબ્બાનો ભાવ 2600એ પહોંચાડ્યો, ઘટાડ્યા માત્ર રૂ.150

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક માસમાં રૂ.150નો ભાવ ઘટાડો થયો, સિંગતેલ કરતા જેનો ભાવ વધારે હતો તે સનફ્લાવર તેલનો ભાવ રૂ.110 ઘટ્યો

આ વર્ષે સિઝન પૂરી થયા બાદ પણ લોકોને મોંઘા ભાવનું સિંગતેલ ખાવું પડ્યું છે. સામાન્ય રીતે આખું વર્ષ સિંગતેલ ભરવાની સિઝન જાન્યુઆરી સુધી જ ચાલતી હોય છે. સિઝન પૂરી થયાના ચાર માસ બાદ એટલે કે મે માસમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2630નો થયો હતો. જ્યારે માસના અંતે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.માત્ર 150 ઘટ્યો હતો. જ્યારે સનફ્લાવર તેલમાં રૂ.110નો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો.

આ વર્ષે પહેલીવાર એવું બન્યું હતું કે, સિંગતેલ કરતા સાઇડ તેલ જેમ કે સનફ્લાવર તેલના 10 કિલો ડબ્બાનો ભાવ વધુ હતો. 10 કિલો સિંગતેલનો ડબ્બો પહેલા 1600નો હતો. ત્યારે સનફ્લાવર તેલના ડબ્બાનો ભાવ રૂ.1800 થયો હતો. જે- તે સમયે સોયાબીનનો ભાવ રૂ.1550 હતો તેનો ભાવ અત્યારે રૂ.1350 બોલાઈ રહ્યો છે. પામોલીન તેલનો ભાવ રૂ.1450 હતો તેનો ભાવ અત્યારે 1250 એ પહોંચીને સ્થિર થયો છે. જ્યારે સનફ્લાવર તેલમાં રૂ.100નો ઘટાડો આવતા તેનો ભાવ રૂ.1700 અને સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1350-1400નો થયો છે. સોમવારે સિંગતેલનો ડબ્બો 2480 અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2440 થયો હતો.

ભાવ વધવા માટેનાં કારણો
ચાઈના દર વર્ષે સિંગદાણાની ખરીદી કરતું હોય છે. તેના બદલે આ વખતે સિંગતેલની ખરીદી કરી. આ સિવાય ઈમ્પોર્ટ તેલ ભાવ ઊંચકાતા મુખ્ય તેલ જેમ કે કપાસિયા, સિંગતેલના ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો.

ભાવ ઘટવા માટેનાં કારણો.
કોરોનાને કારણે ખાદ્યતેલની જે પાઈપલાઈન ખાલી હતી તે ભરાઈ ગઈ છે અને હાલમાં એક્સપોર્ટ બંધ છે, તો ઘરઆંગણે બનતા તેલની ડિમાન્ડ પણ હાલમાં નહીંવત છે. જેને કારણે દરેક ખાદ્યતેલમાં ભાવ ઘટાડો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...