સિંગતેલમાં ડિમાન્ડ નહિ હોવાથી અને કપાસિયામાં કાચો માલ નહિ મળતા આ બન્ને તેલ વચ્ચે ગત સપ્તાહે રૂ.35 અને બે દિવસ પહેલા રૂ.5નો ફેર હતો, પરંતુ શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ બન્ને તેલ વચ્ચે રહેલો ભાવનો ગેપ હતો તે પૂરાઈ ગયો હતો અને સિંગતેલ-કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2500 થયો હતો.સાતમ- આઠમના તહેવાર નજીક આવતાની સાથે ફરસાણના વેપારીમાં તેલની ડિમાન્ડ વધી છે.
જેને કારણે તેના ભાવ પણ ઊંચકાયા છે. સોમવારે પામોલીન તેલ રૂ.2 હજારની સપાટી કુદાવીને રૂ.2030એ પહોંચ્યું હતું. સોમવારે સિંગતેલમાં રૂ.10નો ભાવવધારો થયો હતો. અત્યારે તહેવારની સિઝનમાં તેલની ડિમાન્ડ સામાન્ય દિવસો કરતા વધી ગઇ છે. જેને કારણે ભાવ વધી રહ્યા છે. સોમવારે સિંગેતલ લૂઝમાં રાબેતા મુજબના વેપાર થયા હતા. 6 ઓગસ્ટના રોજ સિંગતેલ ડબ્બાનો ભાવ રૂ.2485 હતો. અને કપાસિયા તેલનો ભાવ રૂ.2490 હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.