3 જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવ જીવન ધોરણ અને પરિવહનમાં આધુનિકતા આવી છતા સાયકલનું મહત્વ જરા પણ ઘટ્યું નથી. બેઠાડું જીવનશૈલી સામે આરોગ્યની અનેક સમસ્યા ઉભી થઇ છે ત્યારે સાયકલ આજકાલ હેલ્થનું પર્યાય બની રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પોતે સાયકલ લઇ જિલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ સાયકલ ચલાવવી જોઈએ.
DDO સાથે બેઠક કરી અઠવાડિયામાં એક દિવસ કર્મચારીઓને સાયકલ લઈને આવવા સૂચન કરશે
આ અંગે ભુપત બોદરે જણાવ્યું હતું કે, આજે વિશ્વ સાયકલ દિવસ છે. હું પોતે સાયકલ લઇને ઓફિસ આવ્યો તો શરીર સ્વસ્થ લાગી રહ્યું છે. વાહનોમાં પેટ્રોલ-ડીઝલ કારણે હવામાં ફેલાતું પ્રદુષણ સાયકલના કારણે ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે DDO સાથે બેઠક કરી અઠવાડિયામાં એક દિવસ બધા સાયકલ લઇને આવે તેવી ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
DDO હવે તમામ વિભાગોના અભિપ્રાયો લેશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષમાં માત્ર એક વખત સાયકલ પર આવવાના બદલે દર સપ્તાહે આમ થાય તેવું પોતે ઇચ્છે છે. આજે તમામ શાખા અધિકારીઓની બેઠક યોજી હતી તેમાં પણ આ સૂચન કર્યુ હતું. સપ્તાહનો ગમે તે એક દિવસ નિશ્ચિત કરવામાં આવે તેમાં સમગ્ર સ્ટાફે સાયકલ પર આવવાની ભલામણ કરી હતી. DDO હવે તમામ વિભાગોના અભિપ્રાયો લેશે અને તેના આધારે નિર્ણય લેવાશે. જોકે કોર્પોરેશનમાં કમિશનર અને અધિકારીઓ દર શુક્રવારે સાયકલ લઇને આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.