વેક્સિનેશનની સાથે ઇનામ:રાજકોટ જિ.પં.ના પ્રમુખ ગામડામાં 100થી વધારે સંખ્યા ધરાવતી સરકારી સ્કૂલોમાં 100% વેક્સિનમાં પ્રથમ 3 સ્કૂલને સ્વખર્ચે સ્માર્ટ ટીવી આપશે

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરની ફાઇલ તસવીર.
  • વેક્સિનેશનને વેગ મળે અને વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય તે માટે જાહેરાત કરી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશભરમાં ગઈકાલથી 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશનની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા સ્કૂલમાં શિક્ષકો અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં જિલ્લાના ગામડાઓમાં 100થી વધુ સંખ્યા ધરાવતી સરકારી સ્કૂલમાં જે સ્કૂલમા 100% વેક્સિનેશન થશે તે પ્રથમ 3 સ્કૂલને સ્વખર્ચે સ્માર્ટ ટીવી આપશે.

દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરૂ છું: જિલ્લા પંચાયતના પ્રમુખ
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા સમગ્ર દેશમાં 15થી 18 વર્ષની વયના તરુણોને કોરોના સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે આપવાના અભિયાનનો શુભારંભ થયો છે. ત્યારે વૈશ્વિક મહામારીમાં નિશુલ્ક રસી આપીને દરેકને સુરક્ષાકવચ આપવા બદલ દેશના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવું છું.

વેક્સિનેશનને વેગ આપવા જાહેરાત કરી
આ સાથે રસીકરણ મહાઅભિયાનને વેગ મળે અને બાળકો પ્રોત્સાહિત થાય તે માટે રાજકોટ જિલ્લાના તમામ ગામો માટે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ગામોમાં 100થી વધારે સંખ્યા ધરાવતી સરકારી સ્કૂલોમાં 100% વેક્સિનમાં જે પ્રથમ ત્રણ સ્કૂલ આવશે તે ત્રણ સ્કૂલને તેઓ પોતાના સ્વખર્ચે પ્રોત્સાહન કરવા સ્માર્ટ ટીવી આપશે.

અન્ય સમાચારો પણ છે...