તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાણીઢોળ માટેની માટલી અગાઉ વર્ષે 500 વેચાતી હતી, કોરોનાકાળમાં મહિને 800થી વધુની માંગ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુદર વધવાને લીધે પાણીઢોળમાં ચોકમાં મુકાતી માટલીની ખપત વધી

કોરોના મહામારીમાં લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાના આ કપરા સમયમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટરની અછત સર્જાઈ, હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈન લાગી, સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા પણ લાઈનમાં ઊભું રહેવું પડ્યું અને અંતિમવિધિ બાદ મરણના દાખલા કઢાવવા માટે પણ લાઈન લાગી છે પરંતુ હવે એવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે કે વ્યક્તિના અવસાન બાદ તેના પાણીઢોળમાં ઉપયોગમાં લેવાતી માટલીઓની તંગી સર્જાઈ છે.

કોરોનાકાળમાં મૃત્યુદર વધવાને કારણે માટલીઓની માંગ એટલી બધી વધી છે કે કુંભાર કોરોના પહેલા 12 મહિને માત્ર 500 માટલી બનાવીને વેચતા હતા અને હાલમાં દર મહીને 800 માટલીઓની માંગ રહે છે. માટલી બનાવનાર કુંભાર પ્રવીણભાઈ વાડોલિયાએ જણાવ્યું હતું કે, માટી બેડી ગામેથી આવે છે.

છેલ્લા 8 દિવસથી માટી મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ મળી રહી નથી. આઠ દિવસે માટી મળે છે પછી માટલીઓ બનાવીએ છીએ. કોરોના પહેલા વર્ષે 500 માટલીઓ બનાવતા અને વેચતા પરંતુ હાલ કોરોનાકાળમાં દર મહિને 800 માટલીઓ બનાવીએ છીએ.

આ પ્રથાને સરવણી શ્રાદ્ધ કહે છે
કોઈપણ વ્યક્તિના અવસાન બાદ ચોકમાં જે પાંચ માટલી મુકવાની પ્રથા છે તેને હકીકતમાં સરવણી શ્રાદ્ધ કહે છે પરંતુ હાલ લોકાચારમાં આપણે તેને પાણીઢોળ કહીએ છીએ.પાંચ ઘડાનું મહત્વ એટલા માટે છે કે વ્યક્તિના અવસાન બાદ આપણે તેને જે આપીએ એ જ મળે. > રવિભાઈ ત્રિવેદી, શાસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...