તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ખેડૂતોને વિવિધ સહાય માટે ફરી પોર્ટલ શરૂ કરાયું

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસમાં જો અરજીઓ વધશે તો સમય વધશે

ખેડૂતોને તમામ સરકારી યોજનાનો લાભ મળી રહે અને ખેડૂત સમૃદ્ધ થાય તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવેલી છે. વર્ષ 2015 પૂર્વે ઘણી યોજનાઓ અંગે ખેડૂતોને કોઈ જ ખબર ન હતી. ત્યારબાદ આ પ્રકારના ખેડૂતો માટે સરકાર દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરેક ખેડૂત લઇ શકે છે. એટલું જ નહિ આ પોર્ટલ શરૂ થતા ઘણા ખેડૂતોને ખૂબજ સારો લાભ મળ્યો છે. ત્યારે આ વર્ષે ખેડૂતોને પશુપાલન ક્ષેત્રે તમામ સહાયનો લાભ મળી રહે તે માટે 1લી જૂનથી આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરી દેવામાં આવ્યું છે.

જેના માટે 1 માસની સમય અવધિ પણ નક્કી કરાઈ છે. હાલના સમયમાં ખેડૂતો પશુપાલન તરફ આગળ વધી રહ્યા છે. આ વર્ષે બકરાં એકમ, ગીર વાછરડી ઉછેર સહાય, વિદ્યુત સંચાલિત ચાફકટર, દૂધ ઘર જેવી યોજનાઓ અમલી બનાવાઈ છે.જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો. ખાનપરાએ જણાવ્યું હતું કે, આ સહાય મેળવા ઇચ્છતા ખેડૂતોએ પોર્ટલ પર જઈ નોંધણી કરવાની રહેશે, હાલતો સમયમર્યાદા એક માસની જ નક્કી કરવામાં આવેલી છે

પરંતુ આવનારી અરજીઓ પર નિર્ણય લેવાશે કે મુદ્દત એક માસ ફરી લંબાવાશે કે નહિ, પરંતુ દરેક વખતે 30 દિવસ વધારાઈ છે. સામે પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, જિલ્લાના ઘણા એવા ગામડાંઓ હશે જ્યાં ઈન્ટરનેટની સુવિધા ન હોય, ત્યારે તે કિસ્સામાં ખેડૂતોએ સિટી વિસ્તારના સાઈબર કાફેનો ઉપયોગ કરી શકે છે, જો તેઓને ઓનલાઈન વિગત ભરવામાં તકલીફ પડતી હોય તો તેઓ ગ્રામપંચાયતનો સંપર્ક સાધી પોતાની સહાય માટેની અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...