તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ફરિયાદ કરવા ગયેલી મહિલાને પોલીસમેન પતિએ પોલીસ સ્ટેશનમાં જ ધમકી દીધી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘સાંજ સુધીમાં તારા ભાઇને ઉપાડી લઇ કેસમાં ફિટ કરાવી દઇશ’

રાજકોટના પોપટપરા મેઇન રોડ, રઘુનંદન સોસાયટી-6માં રહેતા પ્રજ્ઞાબેન ગઢવીએ કરેલી રજૂઆત મુજબ, એરપોર્ટ પોલીસમથકમાં ફરજ બજાવતા પતિ સામંત ગઢવી અવારનવાર ત્રાસ આપતા હોય ત્રણ દિવસ પહેલા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસમથક પહોંચ્યા હતા.

આ સમયે સાદા ડ્રેસમાં અને કમ્મરે સરકારી રિવોલ્વર સાથે પતિ ત્યાં હાજર હતા. ત્યારે અહીં હાજર પોલીસ અધિકારીએ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોતે જ્યાં રહે છે તે મકાનમાં પોતાને અને બે બાળકોને રહેવા દેવામાં આવે તેવું જણાવ્યું હતું. તેમજ દર મહિને રૂ.15 હજાર આપવાની પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જેમાં પતિ સામંત થયા ન હતા. જેથી પોલીસે ફરિયાદ નોંધાવવાનું કહ્યું હતું. પોતે ફરિયાદ નોંધાવતા હતા તે સમયે પતિ પણ પાછળ બેઠા હતા અને પોતાની પીઠ થપથપાવી કહ્યું તું કરજે એટલું જેટલું તું સહન કરી શકે.

ફરિયાદ નોંધાવવામાં પણ પતિ અડચણરૂપ થઇ ગર્ભિત ધમકી આપતા પોતે મહિલા પીઆઇને જાણ કરવા જતા પતિએ પોલીસ તરીકેનો રોફ છાંડી સાંજ સુધીમાં તારા ભાઇને ઉપાડી લઇશ અને કેસમાં ફિટ કરાવી દઇશ.

પતિની પોલીસમથકમાં જ ધમકીથી ગભરાઇને કંટ્રોલરૂમ અને હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. તેમને કોઇ અસરકારક કાર્યવાહી નહિ કરતા ડીજી કંટ્રોલને જાણ કરતા પોતાને સરકારી વાહનમાં ઘરે મૂકી ગયા હતા. પતિની આવી ધમકીને કારણે પોતાની સલામતી ન હોય તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...