તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લો... કર લો બાત!:રોજના 3500 મેમા ફાડતી પોલીસે ચૂંટણી જાહેર થતાં જ દંડ ફટકારવાનું બંધ કર્યું !!

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને અટકાવવા નહીં માત્ર શહેરીજનોને લૂંટવા જ દંડ ફટકારાતો હોવાનું સ્પષ્ટ થયું
 • 26મી જાન્યુઆરીથી એકપણ ઇ-મેમો જનરેટ નથી કરાયો, ચૂંટણી પૂરી થતાં ફરીથી દંડની લૂંટ શરૂ થશે

કોરોનાને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને માસ્ક ફરજિયાતપણે પહેરવાના નિયમ બનાવી નિયમનું ઉલ્લંઘન કરનારને ઇ-મેમો ફટકારી દેવામાં આવતો હતો. દરરોજના 3500 જેટલા ઇ-મેમો લોકોના ઘરે પહોંચાડી મહિને રૂપિયા 1.50 કરોડનો દંડ વસૂલવામાં આવતો હતો, અને આ નીતિમાં કોઇપણ ફેરફાર નહીં કરવામાં આવે તેવી પોલીસ કમિશનરે જાહેરાત કરી હતી, પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ મેમો ફટકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોની સલામતીના નામે દંડ ફટકારતી પોલીસે ચૂંટણીને કારણે આ કાર્યવાહી બંધ કરતા પોલીસની બેધારી નીતિ પણ જગજાહેર થઇ ગઇ હતી.

કમાન્ડ એન્ડ કન્ટ્રોલરૂમમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર, માસ્ક નહીં પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરનાર સામે સીસીટીવી કન્ટ્રોલરૂમમાંથી દરરોજના 3500 ઇ-મેમો જનરેટ કરવામાં આવતા હતા, અને મહિનામાં 90000થી વધુ ઇ-મેમો જનરેટ કરી શહેરીજનોને રૂપિયા 1.50 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવતો હતો, પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ તા.26 જાન્યુઆરીથી મેમો જનરેટ કરવાનું બંધ કરી દેવાયું છે, છેલ્લા કેટલાક દિવસથી તો એકપણ મેમો જનરેટ કરાતો નથી.

શહેરીજનો નિયમોનું પાલન કરવા લાગ્યા છે કે માસ્ક પહેરવા લાગ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થવા લાગ્યું છે તેવું નથી, પરંતુ પોલીસ દ્વારા ફટકારાતા ઇ-મેમોથી શહેરીજનો ત્રસ્ત થઇ ગયા હતા, ચૂંટણીના મતદાન પર તેની માઠી અસર થશે તેવા નિર્દેશો મળતાં સીસીટીવી કન્ટ્રોલરૂમના સ્ટાફને પોલીસ અધિકારી દ્વારા ઇ-મેમો જનરેટ નહીં કરવાની સૂચના આપી દેવામાં આવી છે, અને ચૂંટણી પૂરી થતાં જ ફરીથી લોકોને નિયમોના ઓઠા હેઠળ લૂંટવાનું શરૂ થઇ જશે.

ઉચ્ચ પોલીસ અધિકારીની આ નીતિનો શહેરીજનો જ વિરોધ કરી રહ્યા છે તેવું નથી, પરંતુ પોલીસ સ્ટાફ પણ દંડના અતિરેકથી નારાજ છે, પરંતુ ઇ-મેમો અને દંડ ફટકારવાના ટાર્ગેટ આપી દેવામાં આવ્યા હોવાને કારણે પોલીસ નાછૂટકે આવી કામગીરી કરીરહી છે.સામાન્ય પ્રજા માટે તમામ નિયમોનું સખ્તાઇથી પાલન કરાવવામાં આવે છે પરંતુ રાજકીય કાર્યક્રમોમાં પોલીસ નતમસ્તક બની જાય છે. ચૂંટણીને કારણે બંધ કરાયેલા ઇ-મેમો ચૂંટણી પૂરી થતાં ફરીથી શરૂ થશે તેવું પણ તે કામગીરી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો