એજ્યુકેશન:19મીએ લેવાનાર GPSCના 6 પરીક્ષાર્થીના સ્થળ બદલાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર-કચ્છનું કેન્દ્ર રાજકોટમાં રખાયું છે

19 સપ્ટેમ્બરના રોજ નાયબ મેનેજર વહીવટ વર્ગ-2ની સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે રાજકોટ શહેર ખાતે યોજાનારી પરીક્ષા આપતા 6 ઉમેદવારોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો છે.

બેઠક ક્રમાંક 105034806 અને105035021 નંબરના ઉમેદવારોનું પરીક્ષા સ્થળ બદલાઇને જી. કે. ધોળકિયા સ્કૂલ સેન્ટર-એ, ડીવાઇન હાઇસ્કૂલ સામે, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે કરવામાં આવ્યું છે. 105035022 અને 105035237 નંબરના ઉમેદવારોનું પરીક્ષા સ્થળ બદલાઇને જી. કે. ધોળકિયા સ્કૂલ સેન્ટર-બી, ડીવાઇન હાઇસ્કૂલ સામે, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે કરવામાં આવ્યું છે. 105035238 તથા 105035453 નંબરના ઉમેદવારોનું પરીક્ષા સ્થળ બદલાઇને જી. કે. ધોળકિયા સ્કૂલ સેન્ટર-સી, ડીવાઇન હાઇસ્કુલ સામે, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટી રોડ ખાતે કરવામાં આવ્યું હોવાનું જીલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...