કાર્યવાહી:મંજૂરી વિના વિમાન ઉડાડનાર પાઇલટની પૂછપરછ કરાશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ ઉચ્ચકક્ષાને રિપોર્ટ કર્યો, પાઇલટને સસ્પેન્ડ કરી દેવાયો

એરપોર્ટ પરથી ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે એર કંટ્રોલ ટ્રાફિકની મંજૂરી લેવાની હોતી હોય છે, પરંતુ 30 ડિસેમ્બરના રોજ રાજકોટ એરપોર્ટ પરથી રાજકોટ-દિલ્હીની ફ્લાઈટના પાઇલટે મંજૂરી લીધા વિના જ ફ્લાઇટ ટેક ઓફ કરી લીધી હતી. આ અંગે રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનને રિપોર્ટ કરી દેતા આ પ્રકરણમાં પાઇલટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હવે તેમની પૂછપરછ થશે.

આ અંગે એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર રાજકોટથી દિલ્હી જતી ફ્લાઈટ 9.30 કલાકે ટેક ઓફ થઇ હતી અને 11.35 કલાકે દિલ્હીમાં લેન્ડ થઇ હતી. સામાન્ય રીતે ફ્લાઈટ ટેક ઓફ કરવામાં આવે ત્યારે ટ્રાફિક, વાતાવરણ ,રન- વે ઉપલબ્ધ છે તે સહિતની ચકાસણી કર્યા બાદ જ મંજૂરી મળતી હોય છે. જો મંજૂરી વિના ટેક ઓફ કરી દેવાના સંજોગોમાં મુસાફરો માટે જીવનું જોખમ ઊભું થતું હોય છે. હાલ પાઇલટને સસ્પેન્ડ કરી દેવાયો છે. મંજૂરી વિના વિમાન ટેક ઓફ કરાવવા પાછળનો પાયલોટનો ઈરાદો શું હતો તે સહિતના મુદ્ે તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...