તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • The People Of Rajkot, Who Celebrated Diwali With Europe And Dubai Family Last Year, Will Celebrate This Year At Village Farms And Farm Houses.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશના બદલે માદરે વતન દિવાળી:ગયા વર્ષે યુરોપ અને દુબઈ પરિવાર સાથે દિવાળી મનાવનારા રાજકોટના લોકો આ વર્ષે ગામડાની વાડી અને ફાર્મ હાઉસમાં ઉજવશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિદેશ જનારા લોકો આ વર્ષે પોતાના માદરે વતનમાં જ દિવાળી મનાવશે

દર વર્ષે દિવાળી આવે એટલે સૌરાષ્ટ્રવાસીઓ વેકેશન માણવા વિદેશ જતા રહે છે. ફરવાના શોખીન સૌરાષ્ટ્રવાસીઓ યુરોપ, દુબઈ સહિતના દેશોમાં જતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે વિદેશ જનારા લોકો આ વર્ષે પોતાના માદરે વતનમાં જ દિવાળી મનાવશે. રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરા ગયા વર્ષે યુરોપ ગયા હતાં. પરંતુ આ વર્ષે પરિવાર સાથે પોતાના ફાર્મ હાઉસમાં દિવાળી મનાવશે. તેમજ જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરત બોઘરા પણ દર વર્ષે વિદેશમાં દિવાળી ઉજવે છે. પરંતુ આ વર્ષે પોતાના ગામ કમળાપુરમાં વાડીએ દિવાળી મનાવશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગમે તે જિલ્લામાં કે રાજ્ય બહાર હોય તો પણ તે અચૂક દિવાળીનો તહેવાર હોય એટલે રાજકોટમાં આવી જાય છે. ત્યારે આજે દિવાળીના દિવસે પણ રાજકોટમાં હાજર રહેશે અને વડીલોના આશીર્વાદ લેશે.

ગયા વર્ષે યુરોપ ગયા હતા અને આ વર્ષે ફાર્મ હાઉસમાં દિવાળી મનાવીશુંઃ રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ
રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વખતે અમે એબ્રોડ જતા હોઈએ છીએ. આ બધુ એડવાન્સ પ્લાનિંગ થઈ ગયુ હોય છે. પરંતુ કોરોનાને કારણે ઘણા વર્ષો પછી આ વર્ષે એવી દિવાળી છે કે વતનમાં જ મનાવી રહ્યા છીએ પરિવાર સાથે. હું દિવાળી મારા વતનમાં જ ઉજવવાનો છું અને દિવાળી વેકેશન મારૂ અહીં ફાર્મ હાઉસ છે ત્યાં જ મનવાવાનો છું. ગયા વર્ષે હું યુરોપ ગયો હતો. ઘરના બધા જ લોકો એક જ વાતમાં એગ્રી થયા છે કે, જ્યાં સુધી આ મહામારી હળવી ન થાય અને કોરોનાની કોઈ વેક્સીન ન આવી જાય ત્યાં સુધી આપણે ક્યાંય જવું નથી. મારા ઘરમાં બાળકો અને મારા મધર-ફાધર છે એટલે તેનું ધ્યાન રાખીશું. મારૂ ફ્રેન્ડ સર્કલ ફાર્મ હાઉસમાં જ રહી એન્જોય કરીશું અને ડીજેના તાલે નાચીશુ. મિત્રો સાથે હોય એટલે વતન ફોરેન જ હોય.

ગયા વર્ષે અમે દુબઈ ગયા હતા, આ વર્ષે મારા વતનમાં વડીલો સાથે દિવાળી મનાવીશઃ ડો. ભરત બોઘરા
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન ડો. ભરત બોઘરાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારૂ વતન જસદણ તાલુકાનું કમળાપુર છે. આ વખતે હું મારા વતનમાં રહીને જ વડીલો સાથે રહીને દિવાળી ઉજવવી છે. ગયા વર્ષે અમે દુબઈ ગયા હતા અને તેના આગલા વર્ષે તુર્કી ગયા હતા. આ વખતે ગામડાના વડીલો સાથે રહેવાની તક મળશે. પાંચ-છ દિવસ કમળાપુર જ છીએ. વાડીએ જઈએ છીએ અને જૂની સંસ્કૃતિને યાદ કરીને બધા સાથે હળવા મળવાની તક મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો