રાજકોટ શહેરના 72 કોર્પોરેટરને વર્ષે 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ અપાય છે. આ બધી રકમ બાંકડા અને સ્વપ્રશસ્તિ માટે ખર્ચી નાખતા નગરસેવકોને ખાડા બૂરવા અને રોડ બનાવવા ગ્રાન્ટની અછત વર્તાય છે. જે વિસ્તારમાં ખાડા છે તેના માટે વરસાદ નહિ પણ તે વિસ્તારના હજારો મત મેળવીને જીતનાર કોર્પોરેટર જ જવાબદાર છે.
વર્ષે 18 કરોડ વાહનવેરો ભરતી પ્રજાના પૈસા ખાડામાં
રાજકોટ શહેરમાં જે વાહનવેરો વસૂલાય છે તેની વાર્ષિક ઉઘરાણી 18 કરોડ રૂપિયા થાય છે આ વાહનવેરો ભરીને પણ ખખડધજ રોડ પર વાહન હંકારવાનું અને એ વાહન લઈને જ્યાં કામધંધે જાય છે તે કામધંધા પર પણ 24.5 કરોડ વ્યવસાય વેરો ભરે છે. એ જ રોડ પર સાંજે ઘરે આવે ત્યારે એ ઘરનો હાઉસટેક્સ 266 કરોડ રૂપિયા ભરાય છે. મનપા ઘર, રોડ અને વ્યવસાયનો પણ વેરો લઈ લ્યે છે છતાં લોકોને સુવિધાસભર અને ગેરંટીવાળા રોડ મળતા નથી. જ્યારે ખાડા પડે ત્યારે વરસાદનો વાંક કાઢી નગરસેવકો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખે છે.
આ તસવીર પટેલ ચોકની છે જ્યાં ગત વર્ષે ખાડાની જે સ્થિતી હતી તે જ સ્થિતી આ વર્ષે પણ છે. શહેરના મોટાભાગના રસ્તા પર આવા સેંકડો ખાડા છે. 18 કરોડનો વાહન વેરો વર્ષે લોકો ચૂકવે છે 24 કરોડ રૂપિયા વ્યવસાય વેરો 266 કરોડ રૂપિયા મિલ્કત વેરો લોકો ચૂકવે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.