તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામુક્ત ગામ:1200ની વસ્તી ધરાવતાં ધરાળાના લોકો કોરોના સામે લડ્યા’ને જીત્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આફત સામે સમજદારી દાખવી જંગ જીત્યા

રાજકોટના ગોંડલ તાલુકાના ધરાળા ગામના લોકો સ્વયં જાગૃત હોવાથી અત્યાર સુધીમાં આ ગામમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. મોતનો મારગ બની ત્રાટકેલા કોરોનાએ ન માત્ર શહેરો, પરંતુ ગામડાઓમાં પણ લોકોને ભયના ઓથાર નીચે જીવતા કરી દીધાં હતો. પરંતુ ગોંડલ તાલુકાનું ધરાળા ગામ કોરોનાની બીજી લહેરમાં પણ બચી ગયું છે.

1200 લોકોની વસ્તી ધરાવતાં આ ગામમાં અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નથી થયું. લોકો સ્વયં જાગૃત હોવાથી આખું ગામ આજે પણ કોરોનાથી સુરક્ષિત છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, આ ગામમાં 60 વર્ષથી મોટી ઉંમરના લોકોની સંખ્યા વધુ છે, તેમ છતાં એક પણ વૃદ્ધ કોરોનાગ્રસ્ત નથી થયાં.

ગામમાં પોઝિટિવ કેસ પણ માત્ર 8 નોંધાયા
કોરોનાની પહેલી લહેરમાં આ ગામમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ બીજી લહેરમાં 8 જેટલા લોકો કોરોનાગ્રસ્ત થયાં હતાં. જોકે આ તમામ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. આ 8 દર્દીઓમાં પણ મોટાભાગના દર્દીઓ ઘરે સારવાર લઈને કોરોનામુક્ત થયાં હતા.

ગ્રામજનોની જાગૃતિથી બીજી લહેરમાં બચી ગયા
સરપંચ નિર્મળાબેન માયાણી જણાવે છે કે, ગ્રામજનોની જાગૃતિથી બીજી લહેરમાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધોએ પણ કામ વિના ઘર બહાર નીકળવાનું ટાળ્યું તેથી બચી શક્યા.

બહાર જવાનું ટાળ્યું જેથી સંક્રમણથી બચ્યા : સ્થાનિક
મુકેશભાઈ દેસાઈ જણાવે છે કે, ગામમાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેથી ગ્રામજનોને બહારના ગામ કે શહેરોમાં જવાનું ટાળતાં હતા. જેના કારણે લોકો સંક્રમણથી બચ્યા.

આસપાસના ગામોમાં કોરોનાનો ભરડો
ધરાળા ગામને બાદ કરતાં આસપાસના અનેક ગામોમાં કોરોનાની બીજી લહેરે ભરડો લીધો હતો. બાજુના ગામોમાં પોઝિટિવ કેસો જ નહીં, મોત પણ અનેક લોકોના થયા છે. પરંતુ આ પંથકમાં એક ધરાળા ગામ કોરોનાથી બચી ગયું હતું. હાલ ગામમાં એક પણ કેસ એક્ટિવ નથી.

અન્ય સમાચારો પણ છે...