રાજકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકરા તાપથી બચવા લોકો અવનવા આઇડિયા અપનાવે છે. આજે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા યાજ્ઞિક રોડ ઉપર નીકળી તો આકર્ષણનું કેન્દ્ર બની હતી. કારણ કે હરતો ફરતો મંડપ જોવા મળ્યો હતો. જેમાં જૈનમુનિઓ અને ભાવિકો જોડાયા હતા. આકરા તાપથી બચવા ભાવિકો મંડપને ધક્કો મારતા હતા અને જૈનમુનીઓ અને અન્ય લોકો મંડપની વચ્ચે છાંયામાં પગપાળા યાત્રા કરી રહ્યા હતાં.
અગાઉ સુરતમાં લગ્નમાં આવો મંડપ જોવા મળ્યો હતો
અગનગોળા વરસાવતી ગરમીમાં 11 દિવસ પહેલા જ સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. વરઘોડાની સાથે-સાથે મંડપ પણ ચાલી રહ્યો હતો. જેને કારણે જાનૈયાઓને નાચવામાં તકલીફ ન થાય અને ગરમીનો અનુભવ ખૂબ ઓછો થાય. જાનના વરઘોડાનો આ અનોખા કિમીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
શોભાયાત્રાની સાથે મંડપ ચાલતો જોવા મળ્યો
આજે સુરત જેવા જ દૃશ્યો રાજકોટમાં જોવા મળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દરેક મુશ્કેલીને અવસરમાં બદલી નાખવા માટે રાજકોટવાસીઓ જાણીતા છે. પછી તે લગ્ન પ્રસંગ હોય કે ધાર્મિક કાર્યક્રમ. આજે શોભાયાત્રાની સાથે મંડપ પણ ચાલતો જોઈને આસપાસના રાહદારીઓ પણ જોતા રહી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.